દોઢ મહીના બાદ પેટ્રોલના ભાવમાં વધારો, ડિઝલનો ભાવ યથાવત
નવીદિલ્હી, પેટ્રોલના ભાવમાં લગભગ દોઢ મહીના બાદ સામાન્ય વધારો કરવામાં આવ્યો છે જયારે ડિઝલની કિંમતમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી ક્રૂડ ઓઇલ વેચતી કંપનીઓએ દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં ૧૪ પૈસા જયારે કોલકતા મુંબઇ ચેન્નાઇમાં ૧૨ પૈસા પ્રતિલિટરનો વધારો કર્યો છે.
ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હી કોલકતા મુંબઇ અને ચેન્નાઇમાં પેટ્રોલના ભાવ વધીને ક્રમશ ૮૦.૫૭ રૂપિયા,૮૨.૧૭ રૂપિયા,૮૭.૩૧ રૂપિયા અને ૮૩.૭૫ રૂપિયા પ્રતિલીટર થઇ ગયા છે ત્યારે ચાર મહાનગરોમાં ડિઝલની કિંમત ક્રમશ ૭૩.૫૬ રૂપિયા,૭૭.૦૬ રૂપિયા,૮૦.૧૧ રૂપિયા અને ૭૮.૮૬ રૂપિયા પ્રતિ લિટર સ્થિર છે પેટ્રોલના ભાવમાં આ પહેલા ૨૯ જુને માત્ર ૫ પૈસા પ્રતિ લિટરનો વધારો થયો હતો.
ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ પર અપડેટ કરવામાં આવેલા પેટ્રોલના બિલ્ડઅપ પ્રાઇઝ અનુસાર પેટ્રોલની બેઝ પ્રાઇઝ ૨૪.૯૫ રૂપિયા પ્રતિ લીટર છે જેના ઉપર ૩૬ પૈસા પ્રતિ લીટરના દરથી ભાડું ચુકવ્યા બાદ ૨૫.૩૧ રૂપિયા પ્રતિ લિટરમાં આ પેટ્રોલ પંપ ડીઝલને ઉપલબ્ઘ થયા છે તેના પર એકસાઇઝ ડયુટી ૩૨.૯૮ રૂપિયા લીટર ડીઝલનું સરેરાશ કમીશન ૩.૬૯ રૂપિયા પ્રતિ લિટર અને વેટ ૧૮.૫૯ રૂપિયા પ્રતિ લિટર લગાવ્યા બાદ દિલ્હીમાં પેટ્રોલના વેચાણ કિંમત ૮૦.૮૭ રૂપિયા લિટર થઇ જાય છે.
આ પ્રકારે ડીઝલની બેઝ પ્રાઇઝ ૨૮.૦૨ રૂપિયા પ્રતી લીટર છે જેના ઉપર ૩૩ પૈસા પ્રતિ લિટરના દરથી ભાડું ચુકવ્યા બાદ ૨૮.૩૫ રૂપિયા પ્રતિ લિટરમાં આ પેટ્રોલ પંપ ડીલરને ઉપલબ્ધ થાય છે તેના પર એકસાઇઝ ડયુટી ૩૧.૮૩ રૂપિયા લીટર,ડીલરનું સરેરાશ કમીશન ૨.૫૮ રૂપિયા પ્રતિ લિટર અને વેટ ૧૦.૮૦ રૂપિયા પ્રતિ લિટર લગાવ્યા બાદ દિલ્હીમાં પેટ્રોલના વેચાણ કિંમત ૭૩.૫૬ રૂપિયા લિટર થઇ જાય છે.HS