દોઢ વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયેલું કોપરું કાઢી નવજીવન આપ્યું
ધરમપુરની બાળકીનું વલસાડ તબીબોએ સફળ ઓપરેશન કર્યું |
(પ્રતિનિધિ) વલસાડ, વલસાડના તબીબોએ ભારે જહેમત બાદ ધરમપુરના આદિવાસી કુટુંબના દોઢ વર્ષીય માસુમ બાળકની શ્વાસનળીમાં ફસી ગયેલું કોપરું કટોકટભરી ક્ષણો વચ્ચે દૂરબીન વડે ઓપરેશન કરી બાળકની જિંદગી બચાવી લીધી હતી.
વલસાડના ઝેનિથ ડોકટર હાઉસમાં ધરમપુરના આદિવાસી બાળકને સારવાર માટે લાવવામાં આવ્યું હતું. ૩ દિવસ પહેલા તેણે કોપરું ખાતા બાળક અંતરાસી જતાં શ્વાસ લેવામાં ભારે તકલીફ ઉભી થઈ હતી. એકસરેમાં જમણાં ફેંફસામાં જતી શ્વાસનળીના મુખ્યફાંટામાં કંઈક ફસાતા ફેંફસું બંધ થઈ ગયું હતું અને ડાબું ફેંફસું બંધ જ થઈ ગયું હોવાનું માલુમ પડ્યું હતું. ડોકટરોએ તેના ઓપરેશન માટે બાળકને બેહોશ કરશ્વાસનળીમાં દૂરબીન ઉતારતાં તેમાં કોપરાનો ટુકડો ફસાયેલો અને ફુલી ગયેલો માલૂમ પડ્યો હતો. જેનાથી નળી સંપુર્ણ બ્લોક થઈ ગઈ હતી.
ખાસ ઉપકરણોથી ફુલી ગયેલા કોપરાના ટુકડાને નળીમાંથી બહાર કાઢતા દરમિયાન બાળકનું હદય બંધ પડી જતાં ગંભીર ક્ષણો ઉભી થઈ હતી. કટોકટીની આ ક્ષણે ડો. મિતેષ મોદીએ તરત તેને શ્વાસનળીમાં પુરશ કરી દઈ હદય અને શ્વાસને શરૂ કરવા માટેના ચક્રો ગતિમાન કરી દીધાં હતાં. હાર્ટ પમ્પિંગ, વેન્ટિલેટર અને જરૂરી ઈન્જેકશનો મુકતા નસીબ જાગે બાળકનું Ìદય ફરીથી ધબકતું થઈ ગયું હતું. હાલત સુધારા પર હોવાનું ડો. એમ.એમ. કુરેશી અને ડો. મિતેશ મોદીએ જણાવ્યું હતું. બાળકની જિદગી બચી જતાં સારવાર દરમિયાન ડો. મેઘલ પટેલ, ડો. આશિષ ગામિત અને આઈસીયુ સ્ટાફને ડો. મિતેષ મોદી અને મેનેજમેન્ટે બિરદાવ્યા હતા.*