Western Times News

Gujarati News

દોઢ વર્ષ પછી આવેલી પુત્રીને પિતાનો મૃતદેહ જાેવા મળ્યો

प्रतिकात्मक

ભરૂચ: ભરૂચના કોવિડ સ્મશાન ખાતે આજરોજ લાગણી સભર દ્રશ્યો જાેવા મળ્યા હતા. દોઢ વર્ષ બાદ પિતાને મળવા આવેલ પુત્રીનું હૈયાફાટ રુદન જાેઇ કોવિડ સ્મશાનના કર્મચારીઓ સહિત ઉપસ્થિત સૌ કોઈને આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ આરકે કાસ્ટા એપાર્ટમેન્ટમાં એ ૫૦૩ નંબરમાં રહેતા ૬૨ વર્ષીય કમલ કિશોર મુંદ્રા તથા તેઓના પત્ની કોરોનામાં સપડાયા હતા.

જે બાદ તેઓને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં દિવસે દિવસે તેઓની હાલત વધારે ગંભીર બની રહી હતી . આજરોજ સવારે તેઓ કોરોના સામેનો જંગ હારી જતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જેઓના મૃતદેહને અંતિમવિધિ માટે ભરૂચના કોવિડ સ્મશાન ખાતે લવાયો હતો. જ્યાં કાંઈક એવું બન્યું જે જાેઈ ભલભલા પથ્થર દિલ માનવી પણ હચમચી જાય. કોવિડથી મૃત્યુ પામનાર કમલ કિશોર મુંદ્રાની ૩૨ વર્ષીય દીકરી નેહા કે જેના લગ્ન નાગપુર થયા હતા.

તેને તેના પિતાના ખરાબ સ્વાસ્થ્ય અંગેના સમાચાર મળતા તે ભરૂચ આવવા રવાના થઈ હતી. નેહા ભરૂચ આવતા તેને તેના પિતા તો ના મળ્યા પણ તેમનો મૃતદેહ મળ્યો હતો. લોકડાઉનના પરિણામે દોઢ વર્ષના લાંબા સમય બાદ પુત્રી તેના પિતાને મળવા આવી શકી હતી પરંતુ કિલર કોરોનાએ પિતા પુત્રીના મિલન પર પોતાનો કહેર વરસાવ્યો હતો.

પુત્રી નેહા પોતાના પિતાની જ્યાં અંતિમ વિધિ થઈ રહી હતી ત્યાં કોવિડ સ્મશાનમાં તેના ભાઈ નીરજ મુંદ્રા સાથે પહોંચી હતી. પિતાની ચિતા જાેઈ ભારે આક્રંદ સાથે હૈયાફાટ રુદન કર્યું હતું. આ દ્રશ્ય જાેઈ કોવિડ સ્મશાનમાં સૌ ની આંખોના ખૂણા ભીના થયા હતા. દોઢ વર્ષ બાદ મળવાની આશા સાથે પિતાની છત્ર છાયા ગુમાવનાર દીકરીના રુદને સ્મશાનની નીરવ શાંતિને પણ ભેદી નાખી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.