દોઢ વર્ષ પહેલાં લગ્નના બંધને બંધાયેલી પરિણીતાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
![Murder in Bus](https://westerntimesnews.in/wp-content/uploads/2020/08/mus-murder-1-1024x569.jpg)
Files Photo
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પરિણીતાએ દોઢ વર્ષ પહેલાં હિતેશભાઈ સાથે લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે
રાજકોટ, રાજકોટ શહેરમાં તાજેતરમાં જ ત્રણ માસ પૂર્વે જ હરખભેર પ્રેમ લગ્ન કરનાર નેહા નામની પરિણીતાએ પંખામાં દોરી બાંધી ગળાફાસો ખાઈ લીધાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે રાજકોટ જિલ્લાના સાપર ગામે વધુ એક પરિણીતાએ પોતાનું જીવન ટૂંકાવી લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે.
રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ ગામે નિરવાળા સોસાયટીમાં રહેતા રીવાબેન હિતેશભાઈ રોય નામની પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસે મૃતકનો પીએમ કરાવ્યું હતું તો સાથે જ જરૂરી પંચનામાની કાર્યવાહી કરી શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પરિણીતાએ દોઢ વર્ષ પહેલાં જ હિતેશભાઈ સાથે લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે. તો સાથે જ મૃતકનો પતિ ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આપઘાતનું કારણ જાણવા શાપર વેરાવળ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પૂર્વે રાજકોટ શહેરમાં ત્રણ મહિના પૂર્વે લવમેરેજ કરનાર નેહાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ત્યારે નેહાના પિતાએ દીકરીને સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો. તો બીજી તરફ પતિનું કહેવું છે કે, પત્ની સતત ફોનમાં વ્યસ્ત રહેતી હોય કોઈ કામમાં ધ્યાન ન આવતી હોય તેના કારણે ઠપકો આપતા તેને માઠું લાગી જવાથી આ પ્રકારનું પગલું ભર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના જીવરાજ પાર્ક પાસે આવેલા ભારત નગર આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી નેહાબેન નિલેશભાઈ વાઘેલા નામની પરણીતાએ પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધાનો બનાવ સામે આવ્યો હતો. સમગ્ર મામલે તાલુકા પોલીસને જાણ થતા તાલુકા પોલીસના પીએસઆઇ એ.જી અંબાસણા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
ઘટના સ્થળે પહોંચ્યા બાદ તાલુકા પોલીસ મથકના અધિકારીઓ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. ત્યાર બાદ નેહા બેન ની લાશને પોસ્ટ મોર્ટમ મળશે શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતકના પતિ નિલેશભાઈએ જણાવ્યું હતું કે, ત્રણ મહિના પૂર્વે પરિવારની સંમતિ સાથે નેહા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. નેહા બુટ બનાવતી કંપનીમાં નોકરી કરતી હતી.