દોષિતોને વહેલી તકે ફાંસીની માંગણી પર ચુકાદો અનામત
નવીદિલ્હી: નિર્ભયાના દોષિતોને વહેલીતકે ફાંસી પર લટકાવવાની માંગ કરનાર કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસની અરજી ઉપર સુનાવણી બાદ દિલ્હી હાઈકોર્ટે ચુકાદો અનામત રાખી દીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને દિલ્હી પોલીસે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને પટિયાલા હાઈકોર્ટના એવા આદેશ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી જેમાં નિર્ભયાના દોષિતોના ડેથ વોરંટ પર અમલને લઇને બ્રેક મુકવામાં આવી છે.
સરકાર તરફથી સોલીસીટર જનરલ તુષાર મહેતાએ દોષિતો ઉપર કાનૂનના દુરુપયોગનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારબાદ દોષિતોના વકીલોએ દલીલો કરી હતી. એસજીએ કહ્યું હતું કે, મુકેશ અને વિનયની દયા અરજી ઉપર ચુકાદો લેતા સમયે રાષ્ટ્રપતિ તમામ તથ્યોને જોઇ ચુક્યા છે. જો પવન દયા અરજી દાખલ કરશે નહીં ત્યાં સુધી તમામ દોષિતોને ફાંસી અપાશે નહીં તેવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો. દોષિતોને એક એક કરીને ફાંસી આપવાને લઇને દિલ્હી સરકારને કોઇ તકલીફ નથી. તિહારને પણ કોઇ તકલીફ નથી. કોઇ નિયમો આવું કરવાથી રોકતા નથી.
દોષી મુકેશ તરફથી વકીલ રેબેકા જાને કહ્યું હતું કે, વર્તમાન મામલામાં નિચલી કોર્ટથી જારી આદેશને હાઈકોર્ટમાં પડકાર ફેંકી શકાય નહીં. જ્યારે દોષિતોને કહેવામાં આવ્યું છે કે, તેઓ નિચલી કોર્ટના આદેશને અહીં પડકાર ફેંકી શકે નહીં અને તેમને સુપ્રીમ કોર્ટમાં જવું પડશે ત્યારે આ જ નિયમ કેન્દ્ર ઉપર લાગૂ થાય છે. બીજી બાજુ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જે નિયમમાં સુધારાની માંગ કરી છે તેની સાથે જાડાયેલી માંગ લઇને અહીં પહોંચી છે. કારણ કે, સરકાર જાણે છે કે, વર્તમાન નિયમ મુજબ દયા અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ દોષિતોને ફાંસી આપવાથી પહેલા ૧૪ દિવસનો સમય મળે છે જ્યારે સંબંધિત નિયમને લઇને કોઇ સ્પષ્ટતા નથી.