દોષિતો પર રાસુકા લાગશે,સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/yogi.jpg)
લખનૌ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ધર્માતરણ મામલાને ખુંબ ગંભીરતા લેતા મામલાના મૂળમાં જઇ દોષિતોની વિરૂધ્ધ કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.
મુખ્યમંત્રીએ દોષિતોની વિરૂધ્ધ ગેંગસ્ટરની કાર્યવાહી કરી તેમને રાષ્ટ્રીય સુરક્ષા કાનુન (એનએસએ)માં નિરૂધ્ધ કરવાનો પણ આદેશ આપ્યો છે.તેમણે કહ્યું કે ધર્માતરણ કરાવનારાઓની સંપત્તિ જપ્ત કરી કડક કાર્યવાહી કરવામાં આવે
એ યાદ રહે કે યુપી એટીએસે સોમવારે જબરજસ્તી ધર્માતરણ કરાવનાક એક મોટા કાવતરાનો પર્દાફાશ કર્યો છે દિલ્હીથી સંચાલિત આ ટોળકી મોટી સંખ્યામાં લોકોના ધર્માતરણ પૈસા લગ્ન અને નોકરીની લાલચ આપી કરાવી ચુકી છે.સોમવારે લાંબી પુછપરછ બાદ બે લોકોની યુપી એટીએસે ધરપકડ કરી તેમાં એકનું નામ મુફતી જહાંગીર આલમ છે અને બીજાનું નામ ગૌતમ છે આ લોકોએ એક હજારથી વધુ લોકોનું ધર્માતરણ કરાવ્યું છે જેમાં મોટાભાગના હિન્દુઓને મુસ્લિમ બનાવવામાં આવ્યા છે.
અપર પોલીસ મહાનિદેશક કાયદો વ્યવસ્થા પ્રશાંત કુમારે કહ્યું કે મુક બધિર છાત્રો અને નબળી આવક વર્ગના લોકોને નાણાં નોકરી અને લગ્ન કરાવવાની લાલચ આપી ધર્માતરણ કરવામાં આવી રહ્યું હતું તેનો ખુલાસો ગાજિયાબાદના ડાસનાથી ધરપકડ કરવામાં આવેલ બે યુવકો વિપુલ વિજય વર્ગીય અને કાશિફની ધરપકડ બાદ થયો છે
એટીએસે આ સમગ્ર મામલાની તપાસ કરી બંન્ને યુવકોના નિશાનનિર્દેશ પર જહાંગીર અને ઉમર ગૌતમને પુછપરછ માટે લખનૌ બોવાવવામાં આવ્યા અને તેમની સઘન પુછપરછ બાદ બંન્નેની ધરપકડ કરવામાં આવી મુખ્મંત્રી યોગી આદિત્યનાથે મામલામાં દોષિતની વિરૂધ્ધ કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.
પ્રશાંત કુમારે કહ્યું કે ટોળકીમાં અનેક લોકો સામે થવાની માહિતી છે તપાસ કરવામાં આવી રહી છે તેમણે કહ્યું કે ધર્માતરણ કરાવ્યા બાદ અનેક યુવતીઓના લગ્ન પણ કરાવવામાં આવ્યા છે એટીએસના વિશેષ એસીજેએમ સત્યવીર સિંહે બંન્ને આરોપીઓને ત્રણ જુલાઇ સુધી જેલમાં મોકલી આપ્યા છે.