“દોસ્તાના-૨”માં કાર્તિકનું સ્થાન અભિનેતા અક્ષય કુમાર લેશે?
મુંબઈ, ફિલ્મ નિર્માતા કરણ જાેહરની દોસ્તાના ૨ તાજેતરના સમયમાં સૌથી વધુ ચર્ચિત પ્રોજેક્ટ્સમાંની એક છે. કાર્તિક આર્યનની પ્રોડક્શન ટીમ સાથે કેટલાક મતભેદ હતા, જેના કારણે તેને ફિલ્મમાંથી બહાર નીકળવું પડ્યું. જ્યારથી કાર્તિક આર્યન ફિલ્મમાંથી બહાર થયો છે ત્યારથી જ ચાહકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે કે, જ્હાન્વી કપૂર અને લક્ષ્ય લાલવાણી સાથે કાસ્ટ કરવા આવતો ચહેરો કોનો હશે. અહેવાલો અનુસાર, ફિલ્મમાં કાર્તિક આર્યનના સ્થાને અક્ષય કુમારનો સંપર્ક કરવામાં આવ્યો છે.
કરણ જાેહરે ફ્રી પ્રેસ જર્નલને આપેલા ઇન્ટરવ્યૂમાં અક્ષય કુમારને દોસ્તાના ૨માં કાસ્ટ કરવા અંગે સંકેત આપ્યો છે. તેણે કહ્યું કે, હું અત્યારે કંઈ કહી શકતો નથી. અમે ટૂંક સમયમાં તેની જાહેરાત કરીશું. કરણ જાેહરે જ્હાન્વી કપૂર અને લક્ષ્ય લાલવાણીને બદલવાની અફવાઓને પણ ખોટી ગણાવી હતી. તેણે કહ્યું, “તે સાચું નથી.
જ્હાનવી અને લક્ષ્ય આ ફિલ્મનો ભાગ છે. ‘દોસ્તાના’ની સિક્વલ બનાવવાની જાહેરાત વર્ષ ૨૦૧૯માં કરવામાં આવી હતી. ડિરેક્ટર તરુણ મનસુખાની આ ફિલ્મનું નિર્દેશન કરવાના હતા. પછી ‘દોસ્તાના’ અભિનેતા જાેન અબ્રાહમ અને અભિષેક બચ્ચનને ફરીથી લેવાની ચર્ચા થઈ. તેમાં કેટરિના કૈફની એન્ટ્રીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જાે કે કરણને તે સમયે સ્ક્રિપ્ટ પસંદ નહોતી આવી અને જ્યાં સુધી કંઈક રસપ્રદ સ્કિપ્ટ ન મળે ત્યાં સુધી તેને મુલતવી રાખવાનો ર્નિણય કર્યો હતો.
આ વર્ષે એપ્રિલમાં, ધર્મા પ્રોડક્શન્સે કાર્તિક આર્યનને ‘દોસ્તાના ૨’ માંથી બહાર નીકળવાની જાહેરાત કરી અને એક નિવેદન આપ્યું કે, “વ્યાવસાયિક સંજાેગોને કારણે અમે મૌન રહેવાનું નક્કી કર્યું છે, અમે ‘દોસ્તાના ૨’ને ફરીથી કાસ્ટ કરીશું. તેનું નિર્દેશન કોલિન ડી કુન્હા કરશે. અમે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરીશું.SSS