KBCના મંચ પર જયા બચ્ચને અમિતાભ બચ્ચનની પોલ ખોલી
મુંબઈ, કૌન બનેગા કરોડપતિની અત્યારે ૧૩મી સીઝન ચાલી રહી છે. ટુંક જ સમયમાં આ રિયાલિટી શૉના ૧૦૦૦ એપિસોડ પૂરા હતા. ૧૦૦૦મા એપિસોડને સ્પેશિયલ બનાવવા માટે હોટ સીટ પર અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન અને દોહિત્રી નવ્યા નવેલી નંદાને બોલાવવામાં આવ્યા હતા.
નવ્યા અને શ્વેતા મળીને અમિતાભ બચ્ચનની ઘરની ઘણી વાતો લોકો સાથે શેર કરી હતી. આ એપિસોડમાં વીડિયો કોલના માધ્યમથી જયા બચ્ચન પણ જાેડાયા હતા. તે પણ બિગ બીની પોલ ખોલી નાખી હતી. અમિતાભ બચ્ચનની સામે શ્વેતા નંદા અને નવ્યા નવેલી નંદા બેઠા છે અને વીડિયો કોલના માધ્યમથી જયા બચ્ચન જાેડાયેલા છે.
જયા બચ્ચન ફરિયાદ કરે છે કે, તમે આમને ફોન કરો, કોઈ દિવસ ફોન નહીં ઉપાડે. અમિતાભ બચ્ચન સ્પષ્ટતા આપે છે કે, ઈન્ટરનેટમાં સમસ્યા હોય તો માણસ શું કરે. આ સાંભલીને નવ્યા અને શ્વેતા અમિતાભને ઘેરે છે. તે કહે છે કે, સોશિયલ મીડિયા પર ફોટો મૂકશો, ટિ્વટ કરશો, તે કઈ રીતે શક્ય બને છે.
ત્યારપછી નવ્યા પોતાના નાનાને પ્રશ્ન કરે છે કે, જ્યારે અમે પાર્લરથી આવીએ છીએ ત્યારે તમે નાનીને કહો છો કો તે કેટલા સારા લાગે છે. તો તમે ખોટું બોલો છો કે ખરેખર તે સારા લાગે છે. બિગ બી આ સવાલ સાંભળીને કમેરા તરફ જયા બચ્ચનને જુએ છે અને કહે છે, જયા તમે કેટલા સારા લાગો છે.
પરંતુ જયા બચ્ચન કહે છે, ખોટું બોલતી વખતે તમે સહેજ પણ સારા નથી લાગતા. મેકર્સે શેર કરેલા આ પ્રોમો પરથી લાગી રહ્યું છે કે આ એપિસોડ ઘણો મજાનો હશે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે શાનદાર શુક્રવાર એપિસોડમાં આ બન્ને ખાસ મહેમાનો આવવાના છે.
બિગ બીએ પોતાના બ્લોગમાં પણ આ એપિસોડનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યુ હતું કે, શોના ૧૦૦૦ એપિસોડ પૂરા થવાના છે ત્યારે મેં જ મેકર્સને આગ્રહ કર્યો હતો કે પરિવારના લોકોને બોલાવવામાં આવે અને તેઓ મારી વાત માની ગયા હતા.SSS