KGF: ચેપ્ટર ૨ નું ટ્રેલર ૨૭ માર્ચે રીલીઝ કરાશે
મુંબઇ, કેજીએફની ધમાકેદા સફળતા બાદ ફેન્સ ચેપ્ટર ૨ની આતુરતાથી રાહ જાેઇ રહ્યા છે. આ ફિલ્મના અનેક પોસ્ટર રીલીઝ થઇ ચુક્યા છે. ફિલ્મના ટ્રેલર અંગે હવે નિર્માતાઓએ જાહેરાત કરી છે કે દ્ભય્હ્લઃ ચેપ્ટર ૨ નું ટ્રેલર ૨૭ માર્ચે સાંજે ૬ઃ૪૦ વાગ્યે રીલીઝ કરવામાં આવશે.
પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત KGF ૨માં સંજય દત્ત, શ્રીનિધિ શેટ્ટી, રવિના ટંડન અને પ્રકાશ રાજ પણ મુખ્ય ભૂમિકામાં છે. અહેવાલો અનુસાર, ફિલ્મના થિયેટર અધિકારો લગભગ ૬૦ કરોડ સુધી વધારી દેવામાં આવ્યા છે. સિક્વલમાં પહેલા ભાગના અનેક કલાકારોને આ સિક્વલમાં રાખવામાં આવ્યા છે, જ્યારે કે બોલિવૂડ સ્ટાર્સ સંજય દત્ત વિલન અધીરા તરીકે અને રવીના ટંડન રમિકા સેનની ભૂમિકામાં જાેવા મળશે.
ફિલ્મને કન્નડ, તેલુગુ, તમિલ, હિન્દી અને મલયાલમમાં રીલીઝ કરવામાં આવશે. ફિલ્મના ક્લાઇમેક્સ સિન્સ હૈદરાબાદમાં શૂટ કરવામાં આવ્યા છે. આ માટે રામોજી ફિલ્મ સીટીમાં એક ખાસ સેટ તૈયાર કરવામાં આવ્યો હતો. ફેન્સ આ ફિલ્મ નિહાળવા માટે ખૂબ ઉત્સાહિત હોવાથી સિક્વલના તેલુગુ થિયેટ્રિકલ રાઇટ્સ રૂ. ૨૦ કરોડમાં વેચાયા છે. આ દરમિયાન હિન્દીના રાઇટ્સ ૪૪ કરોડમાં વેચાયા છે.
હોમ્બલે ફિલ્મ્સના વિજય કિરાગંડુર દ્વારા નિર્મિત, ફિક્શનલ મોબ ડ્રામાનું પ્રીમિયર ૨૩ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ થવાનું હતું, પરંતુ કોરોના મહામારીના કારણે તેને મુલતવી રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ રિલીઝની તારીખ ૧૬ જુલાઈ, ૨૦૨૧ નક્કી કરવામાં આવી હતી.
પરંતુ કમનસીબે નિર્માતાઓને તે તારીખ પણ ફરીથી મુલતવી રાખવી પડી હતી. આ પહેલા યશના જન્મદિવસના અવસર પર મેકર્સે આ સ્ટારને દર્શાવતું ફિલ્મનું નવું પોસ્ટર લોન્ચ કર્યું હતું. પોસ્ટરમાં અભિનેતાને એક ઇન્ટેન્સ લૂકમાં જાેઇ શકાય છે.
રીલીઝ કરાયેલા પોસ્ટર સાથે કેપ્શન આપવામાં આવ્યું છે કે – વાવાઝોડા પહેલા હંમેશા ગર્જના હોય છે. આપને જણાવી દઇએ કે, KGF ચેપ્ટર ૨ આ વર્ષે ૧૪મી એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે.SSS