“દ્રશ્યમ ૨”માં ગુનો કબૂલી લેશે વિજય સાલગાંવકર?
મુંબઈ, અજય દેવગણની મોસ્ટ અવેટેડ ફિલ્મ દ્રશ્યમ ૨નું ધમાકેદાર ટીઝર રીલિઝ થઈ ગયું છે. ૧ મિનિટ ૨૨ સેકન્ડના આ રિકોલ ટીઝરમાં દ્રશ્યમ ફિલ્મના અમુક સીન દર્શાવવામાં આવ્યા છે અને અંતમાં બીજા ભાગના અમુક સીન્સ પણ દર્શાવવામાં આવ્યા છે.
આ ટીઝરની સૌથી રસપ્રદ બાબત એ છે કે, અંતમાં અજય દેવગણ કેમેરામાં કંઈક કબૂલતો હોય તેમ જણાઈ રહ્યું છે. તે પોતાનું કન્ફેશન રેકોર્ડ કરાવી રહ્યો છે.
આ જાેઈને દર્શકોના મનમાં પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે, શું વિજય સાલગાંવકર પોતાનો ગુનો કબૂલ કરી લેશે કે પછી બીજી સિઝનમાં પણ તે બચી જશે. દ્રશ્યમ ૨નું રિકોલ ટીઝર જાેઈને ફેન્સનો ઉત્સાહ વધી ગયો છે. આ પહેલા મેકર્સે ફિલ્મના પોસ્ટર રીલિઝ કર્યા હતા.
ત્યારથી જ સોશિયલ મીડિયા પર ફિલ્મની ચર્ચા શરુ થઈ ગઈ હતી. ફિલ્મમાં અજય દેવગણ સિવાય અક્ષય ખન્ના, તબ્બૂ, શ્રિયા સરન, રજત કપૂર અને ઈશિતા દત્ત લીડ રોલમાં જાેવા મળશે. આ ફિલ્મને અભિષેક પાઠકે ડાઈરેક્ટ કરી છે. ૧૮ નવેમ્બર ૨૦૨૨ના રોજ ફિલ્મ થિયેટરમાં રીલિઝ થવાની છે.
દ્રશ્યમ ૨નું ટીઝર રીલિઝ થાય તે પહેલા મેકર્સે ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યુ હતું, જેમાં અજય આખા પરિવાર સાથે બેસીને આરામથી લંચ કરી રહ્યો છે. આખો પરિવાર ખુશહાલ જણાઈ રહ્યો છે. આ સાથે જ અજયે કેપ્શનમાં લખ્યું કે, જે દેખાઈ રહ્યું છે તે થયું નથી, જે થયું છે તેના વિશે કોઈ જાણતું નથી.
આ સિવાય અન્ય એક પોસ્ટમાં અજય દેવગણે લખ્યું કે, ૨ અને ૩ ઓક્ટોબરે શું થયુ હતું તે યાદ છે ને? વિજય સાલગાંવકર પરિવાર સાથે પાછો આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે દ્રશ્યમ ફિલ્મ વર્ષ ૨૦૧૫માં રીલિઝ થઈ હતી, જેના ડાઈરેક્ટર નિશિકાંત કામત હતા.
ફિલ્મમાં અજય, તબ્બુ, શ્રિયા, ઈશિતા અને રજત કપૂર સિવાય મૃણાલ જાધવ, ઋષભ ચઢ્ઢા પણ હતા. તે વર્ષ ૨૦૧૩માં રીલિઝ થયેલી મલયાલમ ફિલ્મની હિન્દી રીમેક છે. બન્ને જ ફિલ્મોના ખૂબ વખાણ થયા હતા અને બન્ને ફિલ્મોએ બોક્સઓફિસ પર ધમાકેદાર કમાણી કરી હતી.
દ્રશ્યમ ૨ પણ સાઉથની ફિલ્મની હિન્દી રિમેક છે. આ થ્રિલર ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે એક ગામમાં વિજય સાલગાંવકર(અજય દેવગણ) પરિવાર સાથે રહે છે. તેમના જીવનમાં ઉથલપાથલ ત્યારે મચી જાય છે ત્યારે તેની દીકરી અને પત્ની એક છોકરાની હત્યા કરી નાખે છે. આ છોકરો વિજયની દીકરીનો વીડિયો બનાવીને ધમકી આપતો હતો. પરિવારને બચાવવા માટે વિજય દિવસ રાત એક કરે છે.
હત્યાની વાતને છુપાવવા માટે તે એક વાર્તા ઘડે છે. જે છોકરાની હત્યા થાય છે તે પોલીસ ઓફિસર(તબ્બૂ)નો દીકરો હોય છે. તે પણ સત્ય બહાર આવે તે માટે એડીચોટીનું જાેર લગાવે છે, પણ અંતમાં વિજય પરિવારને બચાવી લે છે. હવે બીજા પાર્ટમાં જાણવા મળશે કે વિજય અને તેના પરિવારની સમસ્યાઓનો અંત નથી આવ્યો.SS1MS