દ્વારકાધિશના દર્શન કરી ધન્યતા અનુભવતા રાજયપાલ આચાર્ય દેવવ્રત
રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે આજે દ્વારકા ખાતે જગતમંદિરમાં ભગવાન દ્વારકાધિશના દર્શન કર્યા હતા. તેઓશ્રી વહેલી સવારે જામનગરથી નિકળી દ્વારકા સરકીટ હાઉસ ખાતે ટુંકું રોકાણ કરી જગતમંદિર ખાતે દ્વારકાધિશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
જગતમંદિર ખાતે રાજયપાલશ્રી સાથે જિલ્લા કલેકટર ડૉ. નરેન્દ્રકુમાર મીણા, દ્વારકાધિશ દેવસ્થાન સમિતિના વહિવટદાર અને પ્રાંત અધિકારીશ્રી પાર્થ કોટડીયા, દ્વારકા પ્રાંત અધિકારીશ્રી દર્શન વિઠલાણી, ટ્રસ્ટના શ્રી કમલેશ શાહ સહિતના અધિકારીઓએ પણ ભગવાન દ્વારકાધિશના દર્શન કર્યા હતા.