દ્વારકાધીશના જગત મંદિર ખાતે દિપોત્સવ ઉજવાશે
દ્વારકા, કોરોનાના કહેર બાદ લાંબા સમય બાદ જન જીવન ફરી એકવાર યથાવત થઈ રહ્યું છે. ત્યારે હવે નવરાત્રી બાદ દિવાળીના તહેવારની ચારેબાજુ ધૂમ જાેવા મળી રહી છે. ત્યારે જગત મંદિર દ્વારકા ખાતે પણ દિવાળીના તહેવારની ઉજવણીની તૈયારીઓ જવા મળી રહી છે. દિપોત્સવ પર્વ પર દ્વારકા ના જગત મંદિર માં ભગવાન દ્વારકાધીશના નિત્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
જગત મંદિર દ્વારકા ખાતે દર્શન માટે મંદિર માં નીચે પ્રમાણે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ૨ નવેમ્બર ના રોજ વાઘબારસ પર્વની થશે ઉજવણી જેમાં દિવસ દરમિયાન શ્રીજી ના દર્શન નિત્યક્રમ મુજબ રહેશેપ ૩ નવેમ્બર ના રોજ ધનતેરસ (રૂપચૌદસ ક્ષય તિથિ )ની ઉજવણી થશે. જેમાં શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ રહેશેપ ૪ નવેમ્બર ના રોજ દિપાવલી પર્વની થશે ઉજવણી.
પ દિપાવલી પર્વ પર સવારના સમયે શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ રહેશે પ બપોરે ૧ કલાકે અનોસર (મંદિર બંધ ) સાંજે ૫ કલાકે ઉત્થાપન દર્શન.સાંજે ૮ કલાકે હાટડી દર્શન.રાત્રે ૯ઃ૪૫ વાગ્યે અનોસર (મંદિર બંધ ) ૫ નવેમ્બર ના રોજ નૂતન વર્ષ અન્નકૂટ ઉત્સવ ની ઉજવણી થશે સવારે ૬ કલાકે મંગળા આરતી.
બાદમાં શ્રીજી ના દર્શન નિત્યક્રમ મુજબ રહેશેબપોરે ૧ કલાકે અનોસર (મંદિર બંધ ).સાંજે ૫ થી ૭ કલાક સુધી અન્નકૂટ દર્શન.રાત્રે ૯ઃ૪૫ કલાકે અનોસર (મંદિર બંધ ).૬ નવેમ્બર ના રોજ ભાઈ બીજ ની થશે ઉજવણી સવારે ૭ કલાકે મંગળા આરતી થશેબાદમાં તમામ દર્શનનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે.HS