દ્વારકાધીશના દર્શન કરીને પરત ફરતાં ટ્રકની ટકકરથી ૩ના મોત
દ્વારકાના ધ્રેવાડ નજીક ટ્રકે અલ્ટો કારને ટક્કર મારતા ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે અને એક યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઈજાગ્રસ્તને યુવતીને સારવાર માટે દ્વારકા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ સારવારમાં જ તેનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતા જ દ્વારકા પોલીસ દોડી ગઈ હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે દ્વારકા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે કારમાં સવાર લોકો દ્વારકાધીશના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા અને અકસ્માત નડ્યો હતો.
કારમાં સવાર લોકો એક જ પરિવારના હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રફિકજામના દ્રશ્યો જોવા મળ્યાં હતા.
જો કે, પોલીસ દોડી આવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.અકસ્માતમાં કારને મોટા પ્રમાણમાં નુકસામ પહોંચ્યું છે.
GJ-02-BD-8462 નંબરની અલ્ટો કાર દ્વારકા તરફથી આવી રહી હતી ત્યારે ધ્રેવાડ નજીક ટ્રકે જોરદાર ટક્કર મારતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં સવાર લોકો અંદર જ ફસાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતા જ આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. લોકોએ કારની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. જો કે, ત્રણ વ્યક્તિનું ઘટનાસ્થળે જ અને એક યુવતીને ગંભીર ઈજા પહોંચતા તેના સારવાર માટે દ્વારકા હોસ્પિટસલ ખસેડાઈ હતી. પરંતુ યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.