દ્વારકા સ્વામીનારાયણ મંદિર પાસેથી ટ્રસ્ટે ખરીદ કરેલી મીલકત સંદર્ભે ઠગાઈ
ચેક આપી સમજૂતી કરાર કરેલ છતાં દસ્તાવેજ ન કરતા ફરિયાદ
જામખંભળીયા, દ્વારકામાં સ્વામીનારાયણ મંદીર દ્વારા મુંબઈના ટ્રસ્ટ પાસેથી ખરીદ કરેલી મીલકતનો પૈસા ચુકવી દેવા છતાં દસ્તાવેજ કરી ન આપી છેતરપિડી આચર્યાની ફરીયાદ પોલીસ ચોપડે નોધાતા પોલીસે મુંબઈના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ આરોપીઓ ડુંગરશી પુરુષોત્તમ ટ્રસ્ટ મુંબઈના ટ્રસ્ટીઓ શાંતીકુમાર ધરમશી કાપડીયા તથા પ્રદીપ કાપડીયા દ્વારા ફરીયાદી રાજેશભાઈ જગદીશભાઈ મુલચંદાણીના ટ્રસ્ટના કોઠારી સ્વામીને વિશ્વાસમાં લઈ દ્વારકામાં શાકમાર્કેટ ચોકની બાજુમાં આવેલા સ્વામીનારાયણના મંદીર પાસે ડુંગરશી પુરુષોત્તમ ટ્રસ્ટવાળી સ્થાવર મીલકત આવેલી
જેનાં સીટી સર્વે દફતરે શીટ નં.૩૭ સીટી સર્વે નં.ર૩૪પ તથા ર૩૪૮ છે. જે અનુક્રમે ૬૦૧.૪૧ ચો.મી. તથા ૧૦૧ર.૧૯ ચો.મી. ના સુમારે છે. તે જગ્યા ૧૯૯૦માં વેચાણથી આપેલી હોય પરંતુ ટાઈટલ કિલયર તેમજ દસ્તાવેજ કરી આપેલો નથી.
બાદ આરોપીઓ ડુંગરશી પુરુષોત્તમ ટ્રસ્ટના મુખત્યાર રાજેશ હરીલાલ વિભાકર તથા ટ્રસ્ટી શાંતીકુમાર તથા ટ્રસ્ટી પાર્થ પ્રદીપ કાપડીયા તથા ટ્રસ્ટી અંશુમન પ્રદીપ કાપડીયાનાઓએ રાજેશભાઈ પાસથે ફરીથી ર,૦૦,૦૦૧ ની માગણી કરેલી અને ફરીયાદી રાજેશભાઈને વેચાણ દસ્તાવેજ કરી આપવા બાંયધરી આપેલી.
જેથી રાજજેશભાઈએ તા.૩૦-૬-ર૩ના રોજ ડુંગરશી પુરુષોત્તમ ટ્રસ્ટના નામે જજોગ રૂ.ર,૦૦,૦૦૧ નો ચેક આપેલો તેમજ સામાવાળાઓએ સ્વામીનારાયણ મંદીર જુનાગઢને દ્વારકા ખાતે સમજુતી કરાર કરી આપેલો
અને ઉપરોકત આરોપીઓએ ફરીયાદી રાજેશભાઈ ટ્રસ્ટ સામે છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરતા આ સમગ્ર મામલે દ્વારકા પોલીસે રાજેશભાઈની ફરીયાદ પરથી આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.