દ.આફ્રિકામાં ઓમિક્રોનનાં માત્ર ૫ દિવસમાં જ પાંચ ગણા કેસ નોંધાયા

જાેહાનીસબર્ગ, વિશ્વનાં દેશોમાં કોરોના વાયરસનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે દક્ષિણ આફિક્રામાં કોરોના સંક્રમણની સૌથી ડરામણી હકીકત સામે આવી છે.
વિશ્વનાં દેશોમાં કોરોના વાયરસનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે દક્ષિણ આફિક્રામાં કોરોના સંક્રમણની સૌથી ડરામણી હકીકત સામે આવી છે. દક્ષિણ આફ્રિકામાં ઝડપથી ઓમિક્રેન વેરિયેન્ટનાં કેસ વધી રહ્યા છે. માત્ર પાંચ દિવસમાં જ પાંચ ગણા કેસ નોંધાયા છે.
નજર કરીએ તો મંગળવારે ૪ હજાર ૩૫૩ કેસ નોંધાયા હતા, તો બુધવારે સીધા ડબલ ૮ હજાર ૫૬૧ કેસ સામે આવ્યા હતા, ગુરુવારે ૧૧ હજાર ૫૩૫ કેસ નોંધાયા હતા અને હવે છેલ્લા ૨૪ કલાકમાં ૧૬ હજાર ૫૫ દર્દી નોંધાયા છે. દક્ષિણ આફ્રિકામાં બમણી ગતિએ વધતા કેસને લઈ લોકોમાં ભય પેદા થયો છે.
કોરોના વાયરસનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનાં કેસો હવે વિશ્વભરમાં ફેલાઈ રહ્યા છે. આ જ ક્રમમાં, કેનેડામાં ઓમિક્રોન વેરિઅન્ટ કોરોના વાયરસનાં ૧૫ કેસની પુષ્ટિ થઈ છે. કેનેડામાં, ૧૫ લોકો કોરોનાનાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થયા છે. રોઇટર્સે કહ્યું છે કે, કેનેડિયન જાહેર આરોગ્ય અધિકારીઓએ કહ્યું છે કે, ગંભીર બિમારીનું વલણ સમગ્ર દેશમાં ફરીથી વધવાનું શરૂ થઈ શકે છે.
ફેડરલ સરકારે કહ્યું કે, તેણે ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ રસીકરણ પર રાષ્ટ્રીય સલાહકાર બોર્ડની ભલામણને સમર્થન આપ્યું છે. જે અંતર્ગત ૫૦ વર્ષથી વધુ ઉંમરનાં તમામ લોકોને રસીકરણનાં છ મહિના બાદ બૂસ્ટર શોટ આપવામાં આવશે.HS