દ.આફ્રિકામાં કોરોના બેકાબુ: તાબુતોની કમી પડી રહી છે
કેપટાઉન, દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના કારણે સ્થિતિ બેકાબુ થઇ રહી છે. સ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઇ છે કે મૃતકોની વધી સંખ્યાને કારણે તાબુતોની કમી પડવા લાગી છે અહીં કોરોનાથી થનાર મોત ૧૨૦ ટકા વધી ગયા છે
દેશ કોરોના વાયરસના નવા પ્રકાર આવ્યા બાદ નવા પડકારથી ઝઝુમી રહ્યાં છે રોજ મૃતકોની સંખ્યા વધતી જઇ રહી છે અહી બુધવારે ૪૨૨ લોકોના મોત થયા હતાં જયારે ૧૫ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે.
લોકોને આશા છે કે સરકાર તાકિદે જ કોઇ વેકસીન લાવશે અને સમગ્ર દેશમાં લોકોને તેની ડોઝ આપવામાં આવશે તાબુતોની ભારે માંગ વચ્ચે લોકોની આશા વેકસીનથી જ લાગેલ છે ભારે સંખ્યામાં મોતના લોકોની વચ્ચે ગભરાટ ફેલાયો છે.
બ્રિટનના આરોગ્ય સચિવ મૈટ હૈૈંકોકે કહ્યું હતું કે તે દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના નવા રૂપથી ચિંતિત છે અત્યાધિક પ્રભાવ વાળા નવા વાયરસ બ્રિટેનની વેકસીન યોજનાઓ પર પણ અસીર નાખી શકે છે. ડેલમાસમાં ફયુનલ હોમ ચલાવનારા દક્ષિણ આફ્રિકાના ફયુનરલ ડાયરેકટર થાબિસો મોમાકોએ કહ્યું કે તે અને તેનો સ્ટાફ તેને લઇ ખુબ ગભારેયલ છે અમને ખબર છે કે આ નવા પ્રકારનો વાયરસ છે.અમારા માતા પિતા છએ મોટા વૃધ્ધ છે આથી અમારી અંદર ભય છે.HS