દ.આફ્રિકામાં નિગ્રો લુંટારૂઓએ જંબુસરના કાવીના વ્યક્તિઓને માર મારી લૂંટી લીધા
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, જંબુસર તાલુકાના કાવી ગામના વ્યક્તિઓ રોજગારી મેળવવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી દક્ષિણ આફ્રિકાના જનીન શહેરમાં સ્થાયી થયા હતા તેઓ પોતાના ધંધાર્થે દુકાન પર જઈ રહ્યા હતા ત્યારે નીગ્રો જાતિના લૂંટારૂઓએ લૂંટના ઇરાદે આવી તેમને બંદૂકના કુંડા વડે માર મારી રોકડ રૂપિયા લઈને ભાગી છૂટયા હતા.
થોડાક દિવસો પહેલા જ દક્ષિણ આફ્રિકાના વેનડા ટાઉનમાં ભરૂચ જીલ્લાના વોરાસમની ગામના યુવાન પર નીગ્રો જાતિના લૂંટારૂઓએ કરેલા હુમલાની શાહી અખબારોના પાને થી હજુ સુકાઈ નથી ત્યાં જ સાસરોદ ગામના ઈમ્તિયાઝ કોચાને નીગ્રો લૂંટારૂઓએ બંદૂક તાકી ગાડી માંથી રોકડ રકમ અને ઘરેણાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા અને લોકોના મુખે થી શબ્દો હજુ ભુસાયા નથી ત્યાં જ જંબુસર તાલુકાના કાવી ગામના યુવાનોને નીગ્રો જાતિના લોકોએ મારમારી રોકડ રકમ લઈ ભાગી ગયા હતા.
કાવી ગામના સિરાજ મહંમદ લીલી વાલા તેમજ યુનુસ ઐયુબ આઝાદ અને સુહેલ મહંમદ લીલી વાલા દક્ષિણ આફ્રિકાના જનીન શહેરમાં નિત્યક્રમ મુજબ દુકાન પર ધંધાર્થે જતા હતા.
ત્યારે રસ્તામાં નીગ્રો જાતિના લોકોએ લૂંટના ઈરાદે આવી બંદૂકના કુંદા વડે ત્રણેવને મારમારી સિરાજ લીલી વાળા પાસેથી એક લાખ રૂપિયા રોકડા તેમજ યુનુસ આઝાદ પાસેથી ત્રીસ હજાર રૂપિયા રોકડા તેમજ સુહેલ લીલી વાલા પાસેથી ત્રીસ હજાર રૂપિયા રોકડા લૂંટી ભાગી છૂટયા હતા.
આમ થોડાક જ દિવસોમા દક્ષિણ આફ્રિકામાં ભરૂચ જીલ્લાના ત્રણ બનાવો લૂંટના બનવા પામેલ છે.કાવી ગામના ત્રણ વ્યક્તિઓ લૂંટના ભોગ બન્યા હતા. ભરૂચ જિલ્લાના યુવાનો ઉપર છાશવારે થઈ રહેલા નીગ્રો જાતિના લૂંટારૂઓ દ્વારા હુમલાઓથી ભારત ખાતે રહેતા તેમનો પરિવાર ચિંતાતુર બન્યા હતા.