ધંધાકીય હરિફાઈની રીસ રાખીને RMC મશીનરી અને સાધનો તોડી નાંખ્યા

પચાસ લાખ જેટલુ નુકસાન કરનાર ઈસમો વિરુધ્ધ ગુનો નોંધાયો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડીયા જીઆઈડીસીમાં ધંધાકીય હરિફાઈની રીસ રાખીને મશીનરી તેમજ સાધનો તોડી નંખાતા ઝઘડીયા પોલીસમાં ૭ ઈસમો સામે નામજાેગ અને બીજા અન્ય ૧૦ થી ?૧૨ અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધાયો છે.
ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના તલોદરા ગામે રહેતા દિનેશભાઈ ઉર્ફે ટીનો રવજીભાઈ વસાવા ઝઘડીયા જીઆઈડીસીમાં નાનામોટા કોન્ટ્રાક્ટ થી કામગીરી કરે છે.અંકલેશ્વરનો જયમીન રણછોડભાઇ પટેલ નામના ઈસમનો ઝઘડીયા જીઆઈડીસીમાં રેડીમીક્ષ કોંક્રીટ પ્લાન્ટ આવેલ છે.
દિનેશ વસાવાએ પણ ઉંટીયા ગામની સીમમાં પોતાની બીનખેતીની જમીનમાં રેડી મીક્ષ કોંક્રીટ પ્લાન્ટ નાંખવા માટે થોડા સમય પહેલા નવી મશીનરી લાવીને મુકી હતી.મશીનરીની દેખરેખ રાખવા માટે એક વોચમેન પણ રાખવામાં આવ્યો હતો.
દરમ્યાન તા.૨૮ મીના રોજ સાંજના દિનેશ વસાવાએ પોતાના ભાગીદારો કરણકુમાર મિસ્ત્રી તથા અરૂણસિંહ ગોહિલ સાથે જરૂરી ચર્ચા કરવા મીટીંગ કરી હતી.મીટીંગ બાદ કરણકુમાર મિસ્ત્રી તેમની ફોર વ્હિલ ગાડી લઈને મુકામ પર જતા હતા ત્યારે જયમીન રણછોડ પટેલ રહે. અંકલેશ્વર, હિતેશ બકોર પટેલ રહે.તલોદરા, સત્તાર જાડિયો,યુનુશ ટાઈગર તેમજ બીજા છ થી આઠ જેટલા ઈસમોએ કરણકુમારને રસ્તામાં રોકીને તેમના પર હુમલો કરીને માર મારીને તેમની ગાડીને નુકસાન પહોંચાડ્યુ હતુ.આ બાબતે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો હતો.
દરમિયાન જયમીન રણછોડભાઈ પટેલ રહે. અંકલેશ્વર અને તેના માણસો હિતેશ બકોરભાઈ પટેલ રહે.તલોદરા,સત્તાર જાડિયો (જેનું પુરુ નામ સરનામુ જાણવા મળેલ નથી), યુનુશ ટાઇગર (જેનું પુરુ નામ સરનામું જાણવા મળેલ નથી,પ્રકાશ સુશીલ દ્રિવેદી
રહે.અંકલેશ્વર,કાલુ રહે. કોંઢ,કરણ રામુભાઈ વસાવા રહે.તલોદરા તેમજ અન્ય ૧૦ થી ૧૨ જેટલા માણસો ભેગા મળીને દિનેશ વસાવાના ઉટીયા ગામ ખાતે આવેલ પ્લાન્ટ પર રેડીમિક્ષ ચાલુ કરવા લાવેલ મશીનરી તેમજ બીજા કિંમતી સાધનોની હિટાચી મશીન ટ્રક માં લાવી તેના? વડે તોડફોડ કરીને અંદાજે રૂ.૫૦ લાખ જેટલુ નુકશાન કર્યુ હતુ. *