Western Times News

Gujarati News

ધંધુકાના મર્ડર કેસમાં ચાર આરોપીની ધરપકડ કરાઈ

અમદાવાદ , ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં કિશન ભરવાડ હત્યા કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. શબ્બીર ચોપડા, ઇમ્તિયાઝની ધરપકડ કરી હતી. શબ્બીર ચોપડાએ ફાયરિંગ કર્યું હતું. બંને આરોપીને મદદ કરનાર વધુ એક શખ્સને પણ દબોચી લેવામાં આવ્યો છે. સમગ્ર જેહાદી ષડયંત્રમાં જમાલપુરના મૌલવીની ધરપકડ મોહંમદ અયુબ જરવાલાની પણ ધરપકડ કરવામાં આવી છે.

હજુ આ સમગ્ર પ્રકરણમાં કોઇ સંડોવાયેલું છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ સમગ્ર જેહાદી ષડયંત્રમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ચાર આરોપીઓમાંથી બે શાર્પશૂટર હતા. જેમાં શબ્બીર ચોપડા નામના આરોપીએ કિશન ભરવાડ પર ફાયરિંગ કર્યું હતું.

ફાયરિંગ દરમિયાન બાઇક પર સવાર ઇમ્તિયાઝ નામનો આરોપી હતો. જે ધંધુકાનો લોકલ રહેવાસી છે. આ બે લોકોની પોલીસે પહેલાં ધરપકડ કરી લીધી હતી અને ત્યારબાદ જમાલપુરના એક મૌલવીની પણ ધરપકડ કરવામાં આવી છે. આખા ષડયંત્રની વાત કરવામાં આવે તો મોટો પર્દાફાશ થયો છે.

આ કોઇ હત્યા ન હતી પરંતુ એક જેહાદી ષડયંત્રનો ભાગ હતો અને જેહાદી ષડયંત્રના ભાગરૂપે આ હત્યા કરવામાં આવી છે. દિલ્હીના એક ધર્મગુરૂ છે જે પોતાની તકરીર માટે અને યુવાનોના બ્રેનવોશ માટે જાણિતા છે. આ ધર્મગુરૂએ મુંબઇમાં સભા કરી હતી. આ સભામાં શબ્બીર હાજર રહ્યો હતો આ તકરીર દરમિયાન મુંબઇના ધર્મગુરૂએ કહ્યું હતું કે પોતાના ધર્મ ઉપર ખતરો આવે ત્યારે તેમને કોઇ લોકલ મદદ જાેઇતી હોય તો તે જમાલપુરના મૌલવી પાસે મેળવી શકે છે.

જે પ્રકારે સોશિયલ મીડિયા પર સામગ્રી વહેતી થતી હોય છે તેમને ચોક્કસ જવાબ આપવો જાેઇએ. જેના ભાગરૂપે કિશન ભરવાડની હત્યા થઇ હતી. આ હત્યા માટે જમાલપુરના મૌલવી દ્વારા ૧ રિવોલ્વર અને ૫ કારતૂસ આપવામાં આવ્યા હતા. જેનાથી કિશન ભરવાડની હત્યા કરવામાં આવી છે. આ બંને શાર્પશૂટરને મદદ કરનાર વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

એટલે કે આ મામલે અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ થઇ છે. જેથી આ કોઇ સામાન્ય હત્યા કેસ ન હતો પરંતુ જેહાદી ષડયંત્રનો એક મોટો ભાગ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુવારે ૨૫મી જાન્યુઆરીના ધંધુકામાં દિન દહાડે કિશન ભરવાડની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી ત્યારે કિશન ભરવાડ કેસમાં અમદાવાદ જિલ્લા પોલીસે બે આરોપીની અટકાયત કરી લીધી છે.

હત્યાનો આ મામલો ગંભીર બની જતાં પોલીસે સમગ્ર પંથકમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. કારણ કે હત્યા પછી જે વિરોધ થયો તેને કાબુમાં લેવા પોલીસ માટે મુશ્કેલ બની ગયું હતું. આ હત્યાના વિરોધમાં આજે ધંધુકામાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ધંધુકાની ગલી ગલીએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જાેવા મળ્યો હતો. યુવક કિશન ભરવાડની હત્યાનો મોટા પાયે વિરોધ કરવામાં આવ્યો હતો. અને આ વિરોધના કારણે સ્થાનિકોએ બંધનું એલાન કર્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.