ધંધુકા મર્ડર કેસઃ આરોપી મૌલાના કમર ગનીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો
અમદાવાદ, ધંધુકાના બહુચર્ચિત કિશન ભરવાડ હત્યા કેસમાં છ્જી તપાસ કરી રહી છે. આ હત્યાકાંડ સાથે સંકળાયેલા દિલ્હીના આરોપી મૌલાના કમર ગની ઉસ્માનીના ૯ દિવસના રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. ત્યારે છ્જી દ્વારા આરોપીના રિમાન્ડની માંગ કરવામાં આવી નહોતી. જે બાદ આરોપી મૌલાના કમર ગની ઉસ્માનીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.
જેના પગલે બે દિવસમાં બચાવ પક્ષના વકીલ દ્વારા કમર ગનીના રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે. આ હત્યાકાંડમા મૌલવી કમર ગની ઉસ્માની પર ભડકાઉ ભાષણ આપવાનો પણ આરોપ છે. જેથી આગામી દિવસમાં મૌલાના કમર ગની ઉસ્માનીની જામીન પ્રક્રિયા હાથ ધરાઈ શકે એમ છે.
આ મામલે વકીલે જણાવ્યું કે, આરોપીઓએ એકબીજાના મેળાપીપણાથી આ પ્રકારની હત્યાનું કૃત્ય કર્યુ હતુ. જાે કે, આગળ તપાસમાં શું બહાર આવે છે એ પણ જાેવાનું રહ્યું.
જાે કે, હાલ તો જામીન અંગે કોઈ વિચાર કરવામાં આવ્યો નથી. જેને લઈને ભવિષ્યમાં કાર્યવાહી હાથ ધરાશે. હાલ જામીનને લઈને કંઈ પણ કહી શકાય એમ નથી. મહત્વનું છે કે, કિશન ભરવાડ હત્યા કેસમાં ઝડપાયેલા તમામ આરોપીના મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ ઈન્સ્ટ્રૂમેન્ટ્સ FSL તપાસ માટે મોકલાયા હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી મૌલાના કમર ગની ઉસ્માની સહિતના આરોપીઓના મોબાઈલ ફોન FSL મોકલવામાં આવ્યા હતા.
બીજી તરફ, મૌલાના કમર ગની ઉસ્માનીની આ હત્યકાંડમાં ખૂબ જ શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી. મૌલાના કમર ગની ઉસ્માની પર એવો પણ આરોપ છે કે, તેણે ઉત્તર પ્રદેશમાં પણ ગુજરાત પેટર્નની જેમ યુવકો તૈયાર કર્યા હોવાની આશંકા સેવવવામાં આવી રહી છે.
જેને જાેતા ઉત્તર પ્રદેશ એટીએસની એક ખાસ ટીમ મૌલાનાની પૂછપરછ માટે અમદાવાદ આવી હતી. આ સિવાય કિશન ભરવાડના હત્યા કેસના આરોપી મૌલાના કમર ગનીએ માત્ર ગુજરાતમાં જ નહીં દેશમાં કટ્ટરવાદનું ઝેર ફેલાવ્યું સામે આવ્યું હતું. જેને લઈને ગુજરાત તપાસ કરી રહી છે.
ગુજરાત ATSની તપાસમાં સામે આવ્યું હતું કે, મૌલાના કમર ગનીની સંસ્થા તહેરિક-એ-ફરોગે-ઈસ્લામ સંસ્થાનું બેંક એકાઉન્ટ મળ્યું હતું. જેમાં ૧૧ લાખના વ્યવહાર થયા હોવાનું સામે આવ્યું હતું.