ધંધુસરમાં મકાનમાં ચાલતી કલબમાં જુગાર રમતા ૧૯ શખ્સો પકડાયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/07/Jugar-1-scaled.jpg)
પ્રતિકાત્મક
જૂનાગઢ, વંથલી તાલુકાના ધંધુસરમાં મકાનમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૧૯ શખસને પકડી લઈ ૧.૪૪ લાખ રોકડા સહિત ૪.૯૬ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વંથલી તાલુકાના ધંધુસર ગામમાં પુંજા સરમણ મૂળિયાસિયા અને ધીરૂ નેભા કડછા ધીરૂ નેભાના મકાનમાં જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે વંથલી પોલીસ સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા પુંજા સરમણ મૂળિયાસિયા, ધીરૂ નેભા કડછા, કડેગીના ભરત વિક્રમ જાડેજા, ગગન નાથા કડેગિયા,
ભૂરા મૂળુ ઓડેદરા, અમરાપુરના દિલીપ સવદાસ ખૂંટી, મિતી ગામના રામ બાલુ વાઘ, કેશુ પરબત વાઘ, માલદે અજરણ ઓડેદરા, ભના અજરણ ઓડેદરા, ભડ ગામના પ્રભાતપરી શંકરપરી ગોસાઈ, વનાણાના ઉકા ભીમસી આંબલિયા, જેતપુરના જનકગીરી શિવગીરી ગોસ્વામી,
મનોજ ઉમાશંકર લાલા, ભુરા મેરામણ છેલાણા, ભડ ગામના અરજણ લીલા મોકરિયા, કાના મેણદ ઓડેદરા, કાના ભૂપત ઝાલા અને જામજાેધપુરના ચેતનાબેન હર્ષદ ઘેટિયાને પકડી ૧.૪૪ લાખ રોકડા, બે મોટર કાર, એક બાઈક અને ૧૩ મોબાઈલ ફોન મળી કુલ ૪.૯૬ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.