Western Times News

Gujarati News

ધંધૂકા નજીક ટ્રાવેલ્સની બસ પલટી જતાં ૩૫ જણાં ઘાયલ

અમદાવાદ, મંગળવારે વહેલી સવારે અમદાવાદ-ધંધુકા હાઈવે ઉપર લક્ઝરી બસનો અકસ્માત સર્જાયો હતો. મળતી વિગતો મુજબ ધંધૂકા-બગોદરા રોડ પર ખડોળ પાટિયા પાસે ટ્રાવેલ્સ પલટી ખાઈ ગઈ હતી. આ ગોઝારા અકસ્માતની ઘટનામાં ૩૫થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં ૩ નાનાં બાળક સહિત ૧૧ ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના ધંધૂકાના ખડોળ પાટિયા પાસે બની હતી. બસ અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ આવી રહી હતી.

આ અકસ્માતમાં ૩ નાના બાળકો સહિત ૧૧ લોકો ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ગમખ્વાર અકસ્માતની ઘટનાની જાણ થતા ધંધુકા, ફેદરા, બગોદરા, ધોલેરા, બરવાળા,અને રાણપુરની મળી ૬ જેટલી ૧૦૮ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને લોહિલુહાણ હાલતમાં ધંધુકા હોસ્પિટલે સારવાર અર્થે ખસેડ્યાં હતા.

ઈજાગ્રસ્તોમાં ૪ની હાલત નાજૂક જણાતા એમને ૧૦૮ એમ્બ્યુલન્સ વાન દ્વારા વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલે ખસેડાયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર દર્શને જતા લોકોને અકસ્માત નડ્યો હતો જાે કે મોટી દુર્ઘટના ટળી ગઈ છે.

બસ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગૂમાવતા બસ પલટી ગઈ હતી જેમાં ૩૦થી વધુ મુસાફરોને નાની મોટી ઈજા થઈ છે જાે કે સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે શું બસ ચાલક કોઈ નશો કરીને બસ ચલાવી રહ્યો હતો તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

પોલિસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તેવામાં અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે કેટલીકવાર બસ ચાલકની બેદરકારી પણ હોવાનું પણ સામે આવતું હોય છે, એવા ઘણા કિસ્સાઓ સામે આવે છે જેમાં ચાલક નસામાં કે પોતાની ધૂમાં મસ્ત બની મુસાફરોના જીવને જાેખમ મુકતો હોય છે, એવું પણ જાેવા મળતું હોય છે તે બસ ચાલક ચાલું બસમાં મોબાઈલમાં મસ્ત બની વાતો કરતો હોય છે એવા પણ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે અકસ્માતની આ ઘટનાને લઈ તપાસ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે, જાે કે હાલ જાે સરનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ છે પરતું જાે મોટી દુર્ઘટના સર્જાઈ હોય તો કોણ જવાબદાર હોત તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.