ધંધો ધમધમતા રાજ્યના ૮૦ હજાર સ્કૂલવાન ચાલકોને હાશકારો
અમદાવાદ, રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થતા આજથી ઓફલાઇન એજ્યુકેશન ફરજિયાત થતા સૌથી વધુ ખુશીનો માહોલ સ્કૂલવેન ચાલકોમાં જાેવા મળ્યો છે. કોરોનાના કારણે શાળાઓ બંધ રહેતા સ્કૂલ વર્ધિ કરી પરિવારનું ગુજરાન ચલાવતા સ્કૂલવેન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
જાેકે, હવે ઓનલાઇન બંધ કરી ફરજીયાત ઓફલાઇન શિક્ષણ થતા રાજ્યના ૮૦ હજાર સ્કૂલવેન ચાલકોને હાશકારો થયો છે. કોરોનાના કેસની સ્થિતિ હળવી થતા રાજ્ય સરકારે ઓફલાઇન શિક્ષણ ફરજીયાત કર્યું છે.
ઓફલાઇન શિક્ષણ શરૂ થતાં બાળકોને શાળાએ લઈ જતા સ્કૂલ રીક્ષા અને સ્કૂલ વેન ચાલકો ખુશ થયા છે. આ અંગે સ્કૂલ વર્ધિ એસોસિએશનના પ્રમુખ ધર્મન્દ્ર બ્રહ્મભટ્ટએ જણાવ્યું કે, રાજ્યમાં ૮૦ હજાર સ્કૂલ વેન ચાલકો છે. અમદાવાદમાં ૮૫૦૦ સ્કૂલવેન ચાલકો અને ૬૫૦૦ સ્કૂલ રીક્ષા ચાલકો મળી કુલ ૧૫ હજાર સ્કૂલ વેન ચાલકો છે.
કોરોના મહમારીના કારણે શાળાઓ થોડા સમય માટે શરૂ થાય અને ફરી કેસ વધતા સ્કૂલ બંધ થતી હોવાના કારણે સ્કૂલ વર્ધિ વાહનચાલકોનો ધંધો સ્ટેબલ થયો ન હતો. કોરોનાની મહામારીએ સ્કૂલ રીક્ષા અને વેન ચાલકોની કફોડી હાલત કરી હતી કે, અમદાવાદના અંદાજે ૨થી ૩ હજાર વેન ચાલકો અલગ ધંધામાં ડાયવર્ટ થઈ ગયા હતા.
કોઈએ શાકભાજી વેચવાનું શરૂ કર્યું છે તો કોઈએ ફરસાણ નમકીનનો ધધો કર્યો છે. તો કોઈએ ચાની કીટલી ચાલુ કરી દીધો હતી. કોરોનાના કપરા સમયમાં પરિવારનું ગુજરાન ચલાવવા સ્કૂલ વર્ધિ એસોસિએશનએ સરકારને પોતાની સ્કૂલ વેનનો સંજીવની વેન તરીકે ઉપયોગ કરવા રજુઆત પણ કરી હતી. પણ આ મામલે સરકાર દ્વારા કોઈ પ્રત્યુતર મળ્યો નહતો.
પણ હવે ફરજીયાત ઓફલાઇન શિક્ષણ શરૂ થશે તો ફરી રાજ્યના ૮૦ હજાર સ્કૂલવેન ચાલકો ફરી ધમધમતો થશે તેવી આશા છે. જાેકે, જે સ્કૂલવેન ચાલકો સ્કૂલ વર્ધિનો ધંધો છોડી દીધો છે તેઓ ફરી આ ધંધામાં પાછા ફરશે કે કેમ તે પણ એક સવાલ છે.SSS