ધચેલીમાં તલાટી કમ મંત્રી અને વચેટીયો રૂા.૪૩૫૦ની લાંચ લેતા ઝડાપાયા
પાટણ,પાટણ જિલ્લા સરસ્વતી તાલુકાના ધચેલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને વચેટિયો રૂપિયા ૪૩૫૦ની લાંચ લેતા ઝડપાયો હતો. ફરિયાદીને આકારણી અને આવકનો દાખલો કાઢી આપવા બદલ તલાટી-કમ-મંત્રીએ લાંચની માંગણી કરી હતી જે ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ છટકુ ગોઠવી તલાટી અને વચેટિયાને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદીને લાઈટ કનેક્શન મેળવવા માટે મકાનની આકારણીનો અને આવકના દાખલાની જરૂરિયાત હતી જે કાઢી આપવા માટે ધચેલી ગ્રામ પંચાયતનાં તલાટી-કમ-મંત્રી મનીષ મકવાણાએ ૪૩૫૦ રૂપિયાની માંગણી કરી હતી જે ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. એસીબીએ છટકું ગોઠવતા તલાટી-કમ-મંત્રીએ ફોન પર લાંચની માંગણી કરી દિલીપભાઈ નામના વચેટિયાને આપી દેવા જણાવ્યું હતું. એસીબીએ છટકું ગોઠવી મનીષભાઈ અને વચેટિયાને ઝડપી લીધા હતા.