ધનસુરાના ધામણીયા ગામની પ્રાથમિક શાળાના બાળકોની ગાંધીગીરી: આચાર્યની બદલી રોકવાની માંગ
અરવલ્લી:અરવલ્લી જીલ્લામાં એચ ટાટ મુખ્ય શિક્ષકોને ફાજલ કરી બદલી કરવાની તજવીજનો ઠેર ઠેર વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો હતો રાજ્ય સરકારના નિર્ણય સામે એચ ટાટ શિક્ષકો સહીત વાલીઓ અને વિદ્યાર્થીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે ધનસુરા તાલુકાના ધામણીયા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્યની બદલી થવાના એંધાણ જણાતા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તેમના આચાર્યની બદલી બંધ રાખવામાં આવેની માંગ સાથે ત્રણ દિવસથી શાળા આગળ આચાર્યની બદલી રદ કરો અને દાદાગીરી બંધ કરો ના નારા લગાવ્યા હતા બીજીબાજુ નાયબ શિક્ષણાધિકારી સમીર પટેલે ત્રણ દિવસથી શિક્ષણ કાર્ય ચાલુ હોવાની સાથે વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળતા બાળકોના વાલીઓ સાથે મિટિંગ ચાલુ હોવાનું જણાવ્યું હતું
સરકારી પ્રાથમિક શાળાઓમાં સંખ્યાની ઘટ પડતા એચ ટાટના મુખ્ય શિક્ષકોને ફાજલ કરી અન્ય શાળામાં મૂકવાની તજવીજ હાથ ધરાઇ છે. ત્રણ દિવસથી ધનસુરા તાલુકાના ધામણીયા ગામની પ્રાથમિક શાળાના બાળકો દ્વારા તેમના આચાર્યની બદલી રોકવા સૂત્રોચ્ચાર કર્યા હતા અને મુખ્ય શિક્ષક નરસિંહ ભાઈ પગી ની બદલી રદ કરવા માંગ કરી હતી અને માંગ નહીં સ્વીકારવામા આવે તો શિક્ષણકાર્યનો બહિષ્કાર ની ચીમકી ઉચ્ચારી હતી ત્રણ દિવસથી શિક્ષણકાર્ય ઠપ્પ થતા જવાબદાર તંત્રના અધિકારીઓએ ધામણીયા શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ અને ગામના જાગૃત નાગરિકો સાથે મિટિંગ કરી સમજાવવાના પ્રયત્નો હાથધર્યા
હતા
એચ.ટાટ આચાર્યની બદલી માં કેટલાક આચાર્યો બાળકોને આગળ ધરાતા હોવાની ચર્ચા : રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓમાં સંખ્યાની ઘટ પડતા એચ.ટાટ આચાર્યોના બદલી કેમ્પ યોજાઈ રહ્યા છે ત્યારે કેટલીક શાળાઓમાં એચ.ટાટ આચાર્ય તરીકે ફરજ બજાવતા આચાર્યો ઘટ માં પાડવાની સંભાવના પેદા થતા અન્ય શાળામાં ફરજ બજાવવા ન જવું પડે તે માટે જે તે શાળામાં ફરજ બજાવતા હોય તે શાળાના બાળકો અને વાલીઓની કાન ભંભેરણી કરી ઉશ્કેરી બાળકોને આગળ ધરી બદલી રોકવા ધમપછાડા કરતા હોવાની શિક્ષણ આલમમાં ચર્ચાએ જોર પકડ્યું છે