ધનસુરાના શીકા અને વડાગામ આરોગ્ય કેન્દ્ર ને NQASનું સર્ટીફીકેશન મળ્યું

(તસ્વીર ઃ દિલીપ પુરોહિત, બાયડ) ધનસુરા ના શીકા અને વડાગામ આરોગ્ય કેન્દ્ર ને NQAS નું સર્ટીફીકેશન મળ્યું છે તમામ સેવાની ગુણવત્તા ની ચકાસણી બાદ આ સર્ટી અપાય છે પ્રાથમિક કેન્દ્ર ખાતે ગુણવત્તાસભર અને તમામ માપદંડો મુજબ આરોગ્ય ની સેવાઓ મળી રહે અને તેનું નિયમિત એસેસમેન્ટ કરાય છે
જેમાં NQAS નો સમાવેશ થાય છે આ એસેસમેન્ટ ભારત સરકાર ધ્વારા કરાય છે જેમાં કોઈપણ રાજ્ય ના એસેસર ધ્વારા દ્ગઊછજી ના માપદંડ મુજબ તમામ સર્વિસ નું ચેક અપ કરાય છે અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાય છે શીકા કેન્દ્ર ખાતે અપાતી તમામ સેવાઓ ની ગુણવત્તા પ્રા આરોગ્ય કેન્દ્ર નું ઈન્ફાસ્ટ્રક્ચર,સેવાઓ ની ચકાસણી કરાઈ હતી
જેમાં સર્ટીફાઈડ થવા માટે મિનિમમ ૭૦ ટકા જરૂરી હોય છે આ અંતર્ગત એસેસમેન્ટ માં તમામ વિભાગો માં શીકા ૮૫.૮૩ ટકા અને વડાગામ-૮૯.૩૦ ટકા સાથે આરોગ્ય કેન્દ્ર ને NQAS સર્ટીફિકેશન મળેલ છે જે ધનસુરા અને અરવલ્લી માટે ગૌરવ ની વાત છે આ અગાઉ ભેંસાવાડા આરોગ્ય કેન્દ્ર ના પણ આ સર્ટીફિકેટ મળેલ છે ધનસુરા તાલુકામાં ભેંસાવાડા,શીકા અને વડાગામને NQASનું સર્ટીફિકેટ મળેલ છે.