ધનસુરાના શ્રી શુળપાણેશ્વર મહાદેવના મંદિરે ચાર પ્રહરની રાત્રી પૂજા કરાઈ
મહાશિવરાત્રી ના પર્વ નો અનોખો મહિમા છે ત્યારે અરવલ્લી જિલ્લા ના ધનસુરા માં મહાશિવરાત્રી ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ધનસુરા તળાવ કિનારે આવેલા શ્રી શુળપાણેશ્વર મહાદેવ ના મંદિરે મહાશિવરાત્રી ના પર્વ નિમિત્તે ચાર પ્રહરની રાત્રી પૂજા કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ પૂજા માં 54 જેટલા લોકો એ પૂજામાં બેસવાનો લાભ લીધો હતોઅને મોટી સંખ્યામાં લોકોએ ભગવાન ના દર્શન નો લાભ લીધો હતો.શ્રી શુળપાણેશ્વર મહાદેવ ના મંદિરે મહાશિવરાત્રી ના દિવસે મોટી સંખ્યામાં લોકોએ ભગવાન ના દર્શન નો લાભ લીધો હતો.સમગ્ર મહાશિવરાત્રી નું સુંદર આયોજન ઘનશ્યામભાઈ પટેલ,જ્યંતિભાઈ ભટ્ટ અને પુજારી અતુલભાઈ રાવલ એ કર્યું હતું.