ધનસુરાના હીરાખાડી મગનપુરા ખાતે દિવ્યાંગજનોના સમુહ લગ્નનો કાર્યક્રમ યોજાયો
અરવલ્લી :અરવલ્લી ફિજીકલી હેન્ડીકેપ્ડ વેલ્ફર મંડળ બુટાલ તેમજ સંગાથ મિશન મોડાસા દ્વારા દિવ્યાંગજનોના સમુહ લગ્ન નો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ ધનસુરા ના હીરાખાડી મગનપુરા જલારામ મંદિર ખાતે યોજાયો હતો.આ દિવ્યાંગ જીવન સંગાથ કાર્યક્રમ માં 3 જોડા લગ્નગ્રંથિથી જોડાયા હતા. સાથે દિવ્યાંગ સાધન સહાય વિતરણ તેમજ ગરમ ધાબળા વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના દિવ્યાંગ ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ માં ફિજીકલી હેન્ડીકેપ્ડ વેલ્ફર મંડળ, બુટાલ ના વિનોદચંદ્ર.બી.પટેલ, જગદીશભાઈ પટેલ (પ્રમુખશ્રી,જલારામ મંદિર ટ્રસ્ટ), સંગાથ મિશનના શુભમ પટેલ,અતુલભાઈ બ્રહ્મભટ્ટ, હરેશભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, ચંદ્રકાંન્તભાઈ પટેલ, કેશુભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, મનહરભાઈ દેસાઈ, ઈશ્વરભાઈ પ્રજાપતિ,ઠાકોર હર્ષાબેન, કાન્તિભાઈ પટેલ, ઠાકોર કાન્તિભાઈ અને જલારામ મંદિર ના ટ્રસ્ટીશ્રીઓ અને દિવ્યાંગ ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.