ધનસુરાના હીરા ખાડીકંપા ખાતે આવેલ જલારામબાપાના મંદિરે ૨૨૨ મી જન્મ જયંતીની ઉજવણી

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) શ્રી જલારામબાપાની ૨૨૨ મી જન્મ જયંતી ની વીરપુર સહિત સમગ્ર રાજ્ય માં ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ધનસુરા તાલુકા ના હીરાખાડીકંપા ખાતે આવેલ પ્રસિદ્ધ જલારામબાપાના મંદિરમાં જલારામ જયંતીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી
શ્રી જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જલારામબાપા ની ૨૨૨ મી જન્મ જયંતી ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં અરવલ્લી જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને જલારામબાપાના દર્શન કરી પ્રસાદ લઈ ને ધન્યતા અનુભવી હતી સાથે રક્તદાન કેમ્પ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં રામાણી બ્લડ બેંક ના નવીનભાઈ પટેલ અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી જેમાં ૪ લોકો એ રક્તદાન કર્યું હતું આ નિમિત્તે ટ્રસ્ટી અમૃતભાઈ પટેલ, પ્રમુખ પ્રવીણભાઈ પટેલ, કિશોરભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ, અનિલભાઇ પટેલ,
બાબુભાઈ.પી. પટેલ, બાબુભાઈ.એસ.પટેલ, નરસિંહભાઇ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, છગનભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, કિશોરભાઈ.જે. અગ્રાવત(પુજારી) સહિત શ્રી જલારામ માનવ સેવા ટ્રસ્ટ હીરાખાડી કંપા ના તમામ હોદ્દેદારો અને પુજારી ધ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું*