ધનસુરાની જેએસ મહેતા હાઈસ્કુલના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ
ધનસુરા: ધનસુરા ની શ્રી જે.એસ.મહેતા હાઈસ્કૂલના ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ-બહેનો શુભેચ્છા વિદાય સમારંભ તારીખ 28 ફેબ્રુઆરી ના રોજ 9:00 કલાકે કેળવણી મંડળના પ્રમુખશ્રી કાંતિભાઈ એસ.પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે આપણા જિલ્લાના રાજકીય અને સહકારી યુવા આગેવાન નરેન્દ્રભાઈ એન.પટેલ તથા મોડાસા સરસ્વતી શિશુ વિહાર ના પ્રમુખ નિલેશભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા ધનસુરા રામજી મંદિરના મહંત મહામંડલેશ્વર પૂજ્ય પૂરણશરણદાસજી મહારાજ ની સાથે કેળવણી મંડળના ટ્રસ્ટીઓ અને અન્ય હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધનસુરા ગ્રામ પંચાયતના સરપંચ વાય.ડી. પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા
સમુહ પ્રાર્થના સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી શાળાના આચાર્યશ્રી પી.આર. દેસાઈએ સૌને શબ્દોથી આવકાર્યા હતાં શાળાની ધોરણ 12 કોમર્સની વિદ્યાર્થીની વિધિ પ્રકાશભાઈ દરજીએ પોતાનો શાળા અનુભવ ની લાગણીસભર શૈલીમાં રજૂઆત કરી હતી. શાળાના શિક્ષક વિજયભાઈ પટેલ અને શ્રી ઘનશ્યામભાઈ પટેલે સૌ ગુરુગણ વતી શુભેચ્છા આશિષ પાઠવી હતી .કેળવણી મંડળના ઉપપ્રમુખ ગોપાલભાઈ ઠેકડી અને ટ્રસ્ટી મોતીભાઈ પટેલ ની સાથે નિલેશભાઈ જોશી અને નરેન્દ્રભાઈ પટેલે ખૂબ જ પ્રેરક, માર્મિક વાતો દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી
મંદિરના મહંત પૂજ્ય પુરણશરણ દાસજી મહારાજે મંગલ આશિષ પાઠવી હતી કેળવણી મંડળના પ્રમુખ કાંતિભાઈ પટેલે સંસ્થાના વડા ને છાજે તેવી વાતો મૂકી વિદાય માં વિદ્યાર્થીઓને શુભેચ્છા અને શાળાના શિક્ષકગણ ને ધન્યવાદ પાઠવ્યા હતા છેલ્લે કાર્યક્રમની આભારવિધિ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના સુપરવાઈઝર અશોકભાઈ પટેલે કર્યું હતું રાષ્ટ્રગાન બાદ સૌ છુટા પડ્યા હતા