ધનસુરાનો યુવક ફિલ્મ હિરોઈનની હની ટ્રેપનો શિકાર બન્યો
(પ્રતિનિધિ) બાયડ, ફિલ્મી દુનિયાના રવાડે ચઢી અનેક યુવાનો બરબાદ થઇ ચુક્યા છે ફિલ્મની હિરોઈનની સુંવાળી સંગત માણવા યુવકો લાખ્ખો કરોડો રૂપિયા ગુમાવી ચુક્યા છે કેટલાક પૈસાદાર નબીરા કેટલીક ફિલ્મી હિરોઈન માટે કમાવું દીકરા હોય તેમ તેમનો ઉપયોગ કરી ફેંકી દેતા હોય છે
માલેતુજાર નબીરાઓ હિરોઈનોને કરોડો રૂપિયાની ગીફ્ટ સોગાદો આપતા હોય છે ત્યારે ધનસુરા તાલુકાના ચોગમડા કંપાના યુવકને ગુજરાતી આલ્બમની હિરોઈન યશ્વી પટેલે પ્રેમજાળમાં ફસાવી લાખ્ખો રૂપિયા ખંખેરી ઠેંગો બતાવતા આબાદ છેતરપિંડીનો ભોગ બનેલ યુવકે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે
મોજશોખ શોખ પુરા કરવા અને હાઈ પ્રોફાઈલ જિંદગી જીવવા માટે ગુજરાતી આલ્બમ ની એક અભિનેત્રી એ અરવલ્લી ના ધનસુરા ના એક યુવક ને પ્રેમ જાળ માં ફસાવી લાખો રૂપિયા ખંખેર્યા હોવાનું સામે આવ્યુ છે અરવલ્લી જિલ્લા ના ધનસુરા તાલુકામાં જિલ્લામાં પ્રથમ હની ટ્રેપની ઘટના સામેં આવી છે
જેમાં ધનસુરાના ના જીનેશ પટેલ નામના યુવક ને ઇન્સ્ટાગ્રામ માં ગુજરાતી આલ્બમ ની અભિનેત્રી યશ્ચિ (યશવી) પટેલ સાથે મિત્રતા થઈ હતી ત્યારે બાદ યુવક જીનેશ પટેલ અભિનેત્રી યશ્વિ પટેલ ના પરિવાર ને મળ્યો હતો અભિનેત્રી એ યુવક ને પ્રેમ કરું છું અને લગ્ન પણ તારી સાથેજ કરીશ તેવું કહી પ્રેમ જાળ માં ફસાવ્યો હતો
મોડલ યશ્વી પટેલે જીગ્નેશ પટેલ ને પ્રેમ જાળ માં ફસાવ્યા બાદ તેને તેના પરિવાર સાથે મુલાકાત કરાવી અને બંને જણા થોડા સમય બાદ લગ્ન કરી લઈશુ તેવું કહી યુવક પાસે થી રૂપિયા ખંખેર વાના ચાલુ કર્યા શોપીંગ ના બહાને , ફી ફરવાના બહાને , પપ્પા બીમાર છે તેવું કહી યુવક પાસે થી ૭ લાખ રૂપિયા પડાવ્યા હોવાનો યુવકે આક્ષેપ કર્યો છે
ત્યાર બાદ અભિનેત્રી દ્વારા અવાર નવાર રૂપિયા ની મંગણીઓ કરવામાં આવતા યુવક પોતાને છેતરાતો હોવાનું જણાઈ આવતા યુવકે અભિનેત્રી ની માંગણીઓ પુરી કરવાનું બંધ કરી દેતા અભિનેત્રી એ યુવક નો સંપર્ક બંધ કરી દીધો હતો ત્યાર બાદ યુવક નાસીપાસ થઈ જતા સામાજિક આગેવાનો અને સામાજિક યુવાનો એ હિમ્મત આપતા તેને ધનસુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો ત્યાર બાદ અભિનેત્રી સામે ફરિયાદ નોંધાવી હતી