ધનસુરામાં આરોગ્ય વિભાગની અનોખી પહેલની શરૂઆત
ધનસુરામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ રાત્રિ દરમિયાન લોકો પાસે જઈ વાહક જન્ય રોગોની માહિતી આપી રહ્યા છે.
અરવલ્લી માં આરોગ્ય વિભાગે અનોખી પહેલ શરુ કરી છે.જેમાં જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ રાત્રિ દરમિયાન લોકો પાસે જઈને ડેન્ગ્યુ,મલેરિયા જેવા વાહક જન્ય રોગો વિષેની માહિતી આપી રહ્યા છે.સાથે કોરોના વાઈરસ વિષે અને ટી.બી સહિત ના રોગોના કારણો અને બચવાના ઉપાયો ની જાણકારી આરોગ્ય કર્મચારીઓ લોકોને આપી રહ્યા છે.આરોગ્ય કર્મચારીઓ એ ધનસુરા ની અયોધ્યાનગર સોસાયટીમાં જઈ લોકોને આ માહિતી આપી હતી.
સાથે લોકો ની ભાગીદારી વધે એ માટે ધનસુરા ખાતે આરોગ્ય વિષય પર નાટક રજૂ કરી લોકોને માહિતી આપી હતી.જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ એ ગામોમાં જઈ ફળીયા અને સોસાયટીઓમાં જઈ લોકો ને વાહક જન્ય રોગો વિષેની માહિતી આપવાની શરૂઆત કરી છે.મલેરિયા,ડેન્ગ્યુ,ચિકનગુનિયા સાથે કોરોના ટી.બી અને સ્વાઈન ફ્લૂ ના કારણો અને તેનાથી બચવાના ઉપાય અને આ રોગ થાય તો શું સારવાર કરવી સહિતની જાણકારી આરોગ્ય કર્મચારીઓ એ લોકોને આપી હતી.
આ કાર્યક્રમ જિલ્લા આરોગ્ય અધિકારી અમરનાથ વર્મા અને ધનસુરા તાલુકા આરોગ્ય અધિકારી યોગેશભાઈ ગોસ્વામી ના માર્ગદર્શન હેઠળ ધનસુરા માં શરૂ કરવામાં આવ્યો છે.જેમાં હિતેષભાઈ શર્મા(ટી.એચ.એસ),મૌલિકભાઈ પ્રજાપતિ(એમ.ઓ),મહેશભાઈ પ્રજાપતિ આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો એ સુંદર કામગીરી કરી હતી.