ધનસુરામાં ટેકાના ભાવે ૩૨૦ ખેડૂતો પાસેથી ૧૨,૨૬૮ બોરી ચણાની ખરીદી કરાઇ
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) રાજ્ય માં ચણા ની ટેકા ના ભાવે ખરીદી કરાઇ રહી છે ત્યારે અરવલ્લી જિલ્લા માં પણ ચણા ની ટેકા ના ભાવે ખરીદી શરૂ છે જિલ્લા માં ધનસુરા, મોડાસા સહિત છ તાલુકાઓમાં ખરીદ કેન્દ્રો પર ટેકા ના ભાવે ખરીદી કરાઇ રહી છે
જિલ્લા માં એક મણ ના ૧૦૪૬ ના ભાવે ખરીદી કરાઇ રહી છે જેમાં ખેડૂતો ને નંબર પ્રમાણે જાણ કરી ને બોલાવવા માં આવે છે અને તે મુજબ ખેડૂતો મોટી સંખ્યામાં ટેકા ના ભાવે ચણા વેચવા માટે આવી રહ્યા છે
ધનસુરા એ.પી.એમ.સી ખાતે આવેલ ખરીદ કેન્દ્ર પર અત્યાર સુધીમાં ૩૨૦ ખેડૂતો પાસે થી ટેકા ના ભાવે ચણા ની ખરીદી કરાઇ છે ધનસુરા કેન્દ્ર પર અત્યાર સુધી કુલ ૧૨,૨૬૮ બોરી ચણા ની આવક નોંધાઇ છે ધનસુરા કેન્દ્ર પર કુલ ૬૧૩.૪૦ મેટ્રિક ટન ચણા ની ખરીદી કરાઇ છે
અરવલ્લી જિલ્લામાં આ વખતે ખેડૂતો એ મોટા પ્રમાણ માં ચણા નું વાવેતર કર્યું હતું ત્યારે ટેકા ના ભાવ પ્રતિ મણ ના ૧૦૪૬ મળતાં ખેડૂતો ખુશ છે