ધનસુરામાં તસ્કરોના આતંકથી વેપારીઓ અને ગ્રામજનોનો ચાર રસ્તે ચક્કાજામ
સન્ની ઇલેક્ટ્રિકમાંથી ૯૧ હજારના માલસામાનની ચોરી
અરવલ્લી જીલ્લામાં તસ્કરોનો ત્રાસ યથાવત છે. જાહેર જનતા પોતાના પરસેવાની કમાણી સાચવવામાં જરાક બેદરકાર બને કે તુરંત આ તસ્કરો મોકાનો લાભ લઇ લેતા હોય છે. ધનસુરાના જવાહર બજારમાં આવેલી સન્ની ઇલેક્ટ્રોનિક નામની દુકાનમાં માલસામાનની ચોરીની ઘટના બનતા ગામમાં છાસવારે ચોરી થતા વેપારીવર્ગ અને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો ધનસુરા ચાર રસ્તા પર વેપારીઓએ રોડ પર બેસી પોલીસતંત્રની નિષ્ફળ કામગીરી સામે વિરોધ નોંધાવી ચક્કાજામ કરતા સતત વાહનોથી ધમધમતા મોડાસા-અમદાવાદ અને મોડાસા-કપડવંજ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા ધનસુરા પોલીસે હૈયાધારણા આપી ચક્કાજામ દૂર કરી ટ્રાફિક પૂર્વરત કરાવ્યો હતો
ધનસુરાના જવાહર બજારમાં આવેલી સન્ની ઇલેક્ટ્રોનિક નામની દુકાનમાં ચોર-લૂંટારુ ગેંગ ત્રાટકી રાત્રીના સુમારે દુકાનના ઉપરના ભાગેથી પતરું કાપી દુકાનમાં ઉતરી દુકાનમાંથી રૂ.૯૧૪૦૦/- ના મુદ્દામાલની લૂંટ કરી કરી રફુચક્કર થતા સોમવારે દુકાને પહોંચેલા માલિકે દુકાનનું પતરું કાપેલું અને શોરૂમ માંથી ઇલેક્ટ્રોનિક માલસામાનની ચોરી થતા હોફળા-ફાંફળા બન્યા હતા આજુબાજુમાંથી વેપારીઓ પણ દોડી આવ્યા હતા ચોરીની ઘટનાની જાણ ધનસુરા પોલીસને થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી અલ્પેશભાઈ શાહની ફરિયાદના આધારે અજાણ્યા ચોર-ઈસમો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી