ધનસુરામાં બજાર સજ્જડ બંધ : કોરોનાના સંક્રમણ ને રોકવા લોકોએ આપ્યો સહકાર
અરવલ્લી જિલ્લા ના ધનસુરા માં કોરોના ના કેસ ને લઈને વેપારીઓ ધ્વારા ૩ દિવસ સ્વયંભૂ બજાર બંધ રાખવા નો નિર્ણય કરવામાં આવ્યો છે.કોરોના ના વધી રહેલા સંક્રમણ ને લઈને ગામમાં સંક્રમણ રોકવા વેપારીઓ એ ધનસુરા બજાર ને સજ્જડ બંધ રાખ્યું હતું.વેપારી એસોશિએશન ના આ નિર્ણય ને ગામ લોકો એ સાથ સહકાર આપ્યો હતો.ધનસુરા તાલુકા નું મુખ્ય મથક હોવાથી આજુબાજુના ગામમાંથી લોકો ખરીદી માટે આવે છે.
જેને લઈ ને કોરોનાનું સંક્રમણ ન વધે એ માટે વેપારીઓ એ ધનસુરા બજાર બંધ રાખ્યું હતું.ગામમાં આવશ્યક સેવા ઓ દૂધ,શાકભાજી અને રજીસ્ટર દુકાનો જ સવારે બે કલાક અને સાંજે એક કલાક ખુલ્લી રહેશે.મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે ધનસુરા વેપારી એસોસિએશન એ 3 દિવસ સ્વયંભૂ બજાર બંધ રાખવા નો નિર્ણય લીધો છે જેને ગામ લોકો અને અગ્રણીઓ એ સહકાર આપ્યો હતો.અને ધનસુરા સજ્જડ બંધ રહ્યું હતું.ધનસુરા વેપારી એસોસિએશન ના પિયૂષભાઈ શાહ,મેહુલભાઈ શાહ,કિરીટભાઈ.એન.શાહ,ગામના અગ્રણી અનિલભાઈ પટેલ એ જણાવ્યું હતું કે ગામલોકો એ આ સ્વયંભૂ બંધ માં સારો સહકાર આપ્યો છે જેથી આગામી સમયમાં કોરોના સંક્રમણ ન ફેલાય.