ધનસુરામાં મતદારયાદી સુધારણા-૨૦૨૨ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) ધનસુરા માં મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં મતદાન મથકો પર બી.એલ.ઓ દ્વારા આ બાબતના ફોર્મ સ્વીકારવાની અને મતદારયાદી ની અન્ય બાબતો અંગે ની કામગીરી કરવામાં આવી હતી હાલમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે
જેમાં જે લોકો ને ૧૮ વર્ષ થયા હોય તે લોકોનું નવું નામ દાખલ કરવું,નામ માં ફેરફાર કરવા, નામ રદ કરવું અન્ય વિગતો સુધારવી જેવી કામગીરી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અહી નોંધનીય છે કે મતદાર પાસે ઓળખપત્ર હોય પણ મતદાર યાદીમાં નામ ના હોય તો મતદાન કરી શકાશે નહીં જેથી આપનું નામ મતદાર યાદી માં છે કે નહિ આ તમામ બાબતો ગ્રામ પંચાયત, કલેકટર ઓફીસ, નગરપાલિકા, પ્રાંત ઓફીસ, મામલતદાર કચેરી અને બી.એલ.ઓ પાસે કરાવી શકાશે.
ધનસુરા ખાતે મામલતદાર ચેતનસિંહ ઝાલા ના માર્ગદર્શન હેઠળ રાહુલભાઇ ત્રિવેદી (નાયબ મામલતદાર મતદારયાદી)અને તમામ સ્ટાફ અને બી.એલ.ઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.*