ધનસુરા અને દોલપુર પંથકમાં ખેડૂતોએ બટાકા કાઢવાની શરૂઆત કરી
અરવલ્લી જિલ્લા માં ખેડૂતો એ બટાકા કાઢવાની શરૂઆત કરી છે જિલ્લા માં આ વખતે મોટા પ્રમાણમાં બટાકા નું વાવેતર થયું હતું.અરવલ્લી જિલ્લા ના ધનસુરા અને દોલપુર પંથક માં બટાકા નું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે.ખેડૂતો ની અવર જવર થી ખેતર ના સીમાડાઓ ધમધમી ઉઠ્યા છે. ખેડૂતો બટાકા કાઢવાની કામગીરી માં જોડાયા છે.
સાથે સારા વરસાદ અને સિંચાઈ નું પાણી મળવાથી ખેડૂતો ને આ વખતે ફાયદો થયો હતો.આ વખતે અરવલ્લી જિલ્લા માં રવિ સિઝનમાં સિંચાઈ ના પાણી થી બટાકા સહિત ના પાકને સારો ફાયદો થયો હતો.જિલ્લા માં રવિ સિઝનમાં 1,30,181 હેકટર વિસ્તારમાં રવિપાકનું વાવેતર થયું છે.જિલ્લા માં 18014 હેકટર વિસ્તારમાં બટાકા નું વાવેતર થયું હતું.
આ વખતે રવિ સિઝનમાં ખેડૂતો સારા પાકની આશા છે.આ વખતે સારા વરસાદ ના કારણે જિલ્લા ના માઝૂમ ડેમ,વાત્રક ડેમ અને મેશ્વો ડેમમાંથી સારું પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે જિલ્લા ના ખેડૂતો ને સારો ફાયદો થશે.