ધનસુરા આર્ટસ ઍન્ડ કોમર્સ કૉલેજના ઉપક્રમે બૂટાલ ગામે વાર્ષિક શિબિર યોજાઈ
આર્ટસ ઍન્ડ કોમર્સ કૉલેજ ધનસુરાના એન.એસ.એસ. વિભાગના ઉપક્રમે બૂટાલ ગામે તા. 1 જાન્યુઆરી થી 7 જાન્યુઆરી દરમ્યાન વાર્ષિક શિબિર યોજાઈ જેમાં તા 7 જાન્યુઆરીએ સમાપન કાર્યક્રમ યોજાયો હતો. આ સાત દિવસ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાત દિવસ માં સ્વચ્છતા અભિયાન,નેત્ર નિદાન કેમ્પ તદુપરાંત 6 તારીખે પુષ્પાંજલિ સંસ્થા અમદાવાદના સહયોગથી રાત્રે હાસ્ય સાથે સ્વચ્છતા , બેટી બચાવો ,બેટી પઢાવો , જેવી બાબતોમાં જનજગૃતિ માટે નાટક રજુ થયુ ગામનાં 500 જેટલા લોકોએ નિહાળ્યું હતુ.7 જાન્યુઆરીએ સમાપન કાર્યક્રમ યોજાયો હતો
જેમાં અધ્યક્ષ તરીકે ધનસુરા પ્રદેશ એજ્યુકેશન સોસાયટીના ઉપપ્રમુખ શ્રી કાંતિભાઈ એસ. પટેલ , ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ના ચેરમેન શ્રી ભરતભાઇ પરમાર , મંત્રી શ્રી અનિલભાઈ પટેલ ,અતુલભાઈ બ્રહ્મભટ્ટ,પ્રિ.ડૉ. પ્રફુલ્લાબેન બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહી શિબિરાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી અને રાષ્ટ્ર અને સમાજ માટે યોગદાન આપ્યું તે માટે તેમને બિરદાવ્યા હતા. તદુપરાંત શ્રી જે.સી .શાહ , શ્રી કાંતિભાઈ એસ. પટેલ, શ્રી અનિલભાઈ પટેલ , સરપંચ શ્રી કાંતિભાઈ પરમાર , શ્રી રાજુભાઇ મહેતા , ગોપાલભાઈ ઠેકડી, શ્રી વિઠ્ઠલભાઈ પટેલના આર્થિક સહયોગ થી ધોરણ 1 થી 8 ના બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યુ હતું.શિબિરનું સંચાલન પ્રોગ્રામ ઓફિસર ગોપાલભાઈ પટેલ,એમ.વી.દેસાઈ,પ્રો દીપ્તિબેન નીમાવત,ડો.સી.આર.પટેલ, પ્રો. સ્નેહલતાબેન,પ્રો.ભારતીબેને કર્યું હતુ.