ધનસુરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે 40 વિદ્યાર્થીઓને રસી આપવામાં આવી હતી
એન.એસ.એસ.ના ઉપક્રમે રસીકરણ નો કાર્યક્રમ રાખવામાં આવેલ
આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરા ખાતે એન.એસ.એસ.ના ઉપક્રમે રસીકરણ નો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં આરોગ્ય વિભાગ દ્વારા ૪૦ વિદ્યાર્થીઓને રસી આપવામાં આવી હતી ધનસુરા તાલુકામાં હાલમાં રસીકરણ નો કાર્યક્રમ પૂરજોશમાં ચાલુ છે એવામાં વધુ રસીકરણ થાય એ માટે PHC અને CHC સિવાય સબ સેન્ટર પર રસીકરણ નો કાર્યક્રમ રાખવામાં આવે છે ધનસુરા કોલેજ માં રખાયેલ રસીકરણ ના કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ પ્રફુલ્લાબેન બ્રહ્મભટ્ટ તેમજ કોલેજ સ્ટાફ હાજર રહ્યો હતો ધનસુરા તાલુકામાં અરવલ્લી જિલ્લા કલેકટર, અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી, અરવલ્લી આરોગ્ય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ ચાલી રહ્યો છે
દિલીપ પુરોહિત. બાયડ