ધનસુરા ખાતે ભાજપા મેડિકલ સેલ દ્વારા નિઃશુલ્ક ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) ધનસુરા ખાતે ભાજપા મેડિકલ સેલ ગુજરાત પ્રદેશ દ્વારા નિઃશુલ્ક ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો આ કેમ્પ ધનસુરા ના ડો.મયંક પટેલ અને ખુશ્બુ પટેલ ના દીપ ડેન્ટલ ક્લિનિક ખાતે યોજાયો હતો જેમાં ડો.ખુશ્બુ પટેલ ધ્વારા દર્દી ઓનું ચેક અપ કરવામાં આવ્યું હતું.
જેમાં ધનસુરા ના ડૉકટર શ્રી ઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ માં ધનસુરા ના સરપંચ હેમલત્તાબેન પટેલ, ડો.સેલ ના ડો.શિરીષભાઈ શાહ,ડો. શાંતિલાલ, ડો.તરુણભાઈ, ડો.ભરતભાઇ,ધનસુરા ગ્રામ પંચાયત ના પૂર્વ સદસ્ય મનહરભાઈ.એચ.પટેલ,તાલુકા ભાજપ ના મહામંત્રી નરેન્દ્રભાઈ પટેલ, જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ના પ્રમુખ દિનેશભાઇ,તાલુકા પંચાયત ના સદસ્ય પુષ્પાબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.