ધનસુરા ખાતે ૭૧માં પ્રજાસત્તાકપર્વની દબદબાભેર ઉજવણી

એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે સંકલ્પબધ્ધ બનીએ : મંત્રીશ્રી કિશોર કાનાણી
અરવલ્લી જિલ્લાકક્ષાનો ૭૧માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધનસુરાની સહકારી જીન ખાતે આરોગ્ય રાજ્ય મંત્રીશ્રી કરવામાં આવી હતી જેમનાં વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવતા આરોગ્ય રાજ્ય મંત્રીશ્રી કિશોર કાનાણીએ જણાવ્યું હતું કે, આઝાદીની ચળવળમાં જેમણે બલીદાન આપ્યા છે તેમણે શ્રેષ્ઠ ભારતના નિર્માણ સાથે સ્વરાજ થકી સુ-રાજ્યની સ્થાપના તેવી કલ્પના સેવી હતી.
ભારતવાસીઓને આજે સાચા અર્થમાં સુ-રાજની અનુભૂતિ થઈ રહી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતનાં સ્વપ્નને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાચા અર્થમાં સાકાર કરી રહ્યા છે, તેમણે સમગ્ર દેશમાં સ્વચ્છ ભારતને અભિયાન સ્વરૂપે હાથ ધરી દેશવાસીઓને સ્વચ્છતાના આગ્રહી બનાવ્યા છે.
મંત્રીશ્રીએ સરદાર પટેલના એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણની વાત કરતા ક્હયું હતું કે, સરદાર પટેલે આઝાદી બાદ ૫૬૫ દેશી રાજા રજવાડાઓનું એકત્રીકરણ કરીને એક સૂત્રે બાંધવાનું કામ કર્યું હતું જે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી પણ એક ભારતના નિર્માણમાં કાશ્મીર ૩૭૦ કલમ દૂર કરીને અખંડ ભારતના નિર્માણ તરફ ડગ માંડી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે દેશની ૮મી અજાયબીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ થાય આપણા સૌ માટે ગૌરવની વાત છે અને એ જ સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ છે મંત્રીશ્રીએ નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં દેશના ઘણા સમયથી વણ ઉકેલ્યા પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું છે જેમાં રામ મંદિર નિર્માણ હોય કે કાશ્મીરમાં ૩૭૦ કલમની નાબૂદીનો સમાવેશ થાય છે
આરોગ્ય રાજ્યમંત્રીશ્રીએ નાગરિકતા સંશોધન કાયદાની વાત કરતાં જણાવ્યું હતું કે દેશના વિભાજન સમયે મહાત્મા ગાંધીએ જે ચિંતા કરી હતી કે પરદેશમાં વસવાટ કરતા જૈન, બૌદ્ધ સહિતના લઘુમતીઓને નાગરિકતાનુ રક્ષણ મળી રહે તેની વાત આ કાયદામાં થઈ રહી છે આ નાગરીકતા આપવાનો કાયદો છે ન ઇ કે નાગરિકતા છીનવવાનું તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રીય અસ્મિતાને કાયમ રાખવા નું કામ કરી રહ્યા છે જેમાં આપણે સૌએ ભાગીદાર થવાની જરૂર છે.
મંત્રીશ્રીએ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે રાજ્યને વિકાસ નો વારસો આપ્યો હતો તેને અડીખમ રાખવાનું કામ રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને તેમની સરકાર કરી રહી છે.
રાજ્યમાં આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુદ્રઢ બની હોવાનું જણાવતાં કહ્યું હતું કે આજે ગામે ગામ લોકોને ૧૦૮ની સુવિધા મળી રહી છે. રાજ્યમાં ૫૮૭ થી વધુ એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે જે માત્ર ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપથી પહોંચવાની સાથે પ્રાથમિક સારવાર આપવાનું પણ કામ કરી રહી છે 108 થકી આજે રાજ્યમાં ૮ લાખથી વધુ લોકોના જીવને રક્ષણ મળ્યું છે.
તેમણે આયુષ્માન ભારત, મુખ્યમંત્રી વાત્સલ્ય અને મા અમૃતમ જેવી આરોગ્ય કલ્યાણકારી યોજનાથી ગરીબ મધ્યમ વર્ગના લોકોને ગુણવત્તા સભર આરોગ્ય સેવાઓનો લાભ મળી રહ્યો છે જ્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ ઉચ્ચ તબીબી શિક્ષણ માટે અન્ય રાજ્યમાં જવું પડતું હતું તેની જગ્યાએ હવે મેડીકલ કોલેજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જે અગાઉ ૧૨૭૫ જેટલી મેડિકલ સીટ હતી જે આજે વધીને ૫૫૦૦ થી વધુ થઈ હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું
કૃષિ કલ્યાણની વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અગાઉ ૪૦ વર્ષમાં માત્ર ૭ લાખ વીજ કનેક્શન અપાયા હતા જ્યારે છેલ્લા ૧૮ વર્ષમાં ૧૧ લાખથી વધુ વીજ કનેક્શન ખેડૂતોને આપવામાં આવ્યા છે જેના થકી કૃષિક્ષેત્રે હરિયાળી ક્રાંતિ આવી છે.
જ્યારે સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગ માટે ઘર એક સ્વપ્ન હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોના ૨.૫૦ લાખ લોકો જ્યારે શહેરી વિસ્તારના પાંચ લાખ
પરિવારોને ઘરના ઘરનું સપનું સાકાર થયું છે. મંત્રીશ્રીએ આ પ્રજાસત્તાક પર્વને સંકલ્પનો દિવસ ગણાવતા જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી સ્વચ્છતા મારફત એક ભારત શ્રેષ્ઠ ભારત, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને ફીટ ઇન્ડિયા થકી ભારતની સર્વોચ્ચ શિખરે પંહોચડવા અથાક પરિશ્રમ કરી રહ્યા છે ત્યારે આપણે પણ તેમાં સહભાગી બનીએ તેવી અપીલ કરી હતી. આ પ્રસંગે ધનસુરા તાલુકાના વિકાસ અર્થે રૂપિયા ૨૫ લાખનો ચેક મંત્રીશ્રીના હસ્તે કલેકટરશ્રી ને અર્પણ કરવામાં આવ્યો હતો