ધનસુરા ગ્રામ પંચાયત દ્વારા કોરોના વાઈરસના પગલે અગમચેતીના સુંદર પગલાં
અરવલ્લી જિલ્લા ની મોટા માં મોટી ધનસુરા ગ્રામપંચાયત ધ્વારા કોરોના વાઇરસ ને લઈ સુંદર કામગીરી કરવામાં આવી રહી છે.ગામમાં જાહેર માં થૂકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.જો કોઈ જાહેરમાં થૂંકે તો ૫૦૦ રુપિયાનો દંડ કરવામાં આવે છે અત્યાર સુધી ૬ લોકો ને જાહેર માં થૂકવા બદલ દંડ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ગામમાં હોટલોમાં ઠંડા પીણા ના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.ગામમાં કોરોના વાઈરસ ની જાગૃતિના બેનર અને સ્ટીકર પણ લગાવવામાં આવ્યા છે.આ ઉપરાંત ગામમાં આરોગ્ય વિભાગ ના સહયોગથી વિવિધ જગ્યાએ આયુર્વેદિક ઉકાળા નું પણ વિતરણ કરવામાં આવે છે. ગામના બસ સ્ટેશન માં પણ યાત્રિઓ ને કોરોના વાઈરસ થી સાવધાન રહેવા ની જાહેરાત પણ કરવામાં આવે છે.ગામમાં ખાણી પીણી ની લારીઓ બંધ કરી દેવામાં આવી છે.જેનાથી કોરોના વાઈરસ થી બચી શકાય. ધનસુરા ગ્રામ પંચાયત માં આવનાર દરેક વ્યક્તિ ને સેનેટાઈઝર ધ્વારા હાથ ધોયા પછી જ અંદર આવવા દેવામાં આવે છે.