Western Times News

Gujarati News

ધનસુરા જવાહર નવોદય વિદ્યાલય ખાતે પ્રાણાયામ કેમ્પ યોજાયો

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) ધનસુરા જવાહર નવોદય વિદ્યાલય ખાતે પ્રાણાયામ કેમ્પ યોજાયો હતો તારીખ ૨૮-૦૩-૨૦૨૨ થી ૦૨-૦૪-૨૦૨૨ સુધી પ્રાણાયામ કેમ્પ યોજાયો હતો. જેમાં નવોદય ના ૫૦૦ વિદ્યાર્થીઓ પ્રાણાયામ કેમ્પ માં જાેડાયા હતા.અને પ્રાણાયામમાં જાેડાઈ ને પોતાનો લાભ લીધો હતો.

આ પ્રાણાયામ માં પી.ટી શિક્ષક સુધીર આસરે તથા વ્યાયામ શિક્ષિકા અંજલી ઠાકુર ધ્વારા વિદ્યાર્થીઓને યોગ અને પ્રાણાયામ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નવોદય ના પ્રિન્સીપાલ પ્રવિંદ ક્રિષ્નન એ કેમ્પ ની સુંદર કામગીરી ને બિરદાવી હતી. આ કેમ્પ માં નવોદય ના ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ એ પ્રાણાયામ વિશે માહિતી મેળવી લાભ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.