ધનસુરા જે.એસ.મહેતા હાઈસ્કૂલ ખાતે ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા યોજાઈ
અરવલ્લી જિલ્લા માં ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા ની શરૂઆત થઇ હતી.જેમાં વિદ્યાર્થીઓ એ ઉત્સાહ ભેર પરીક્ષા આપી હતી. જિલ્લા માં કુલ ૪૧ કેન્દ્રો પર વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી.આ પરીક્ષા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી.અરવલ્લી જિલ્લા ના ધનસુરા જે.એસ.મહેતા હાઈસ્કૂલ ખાતે પણ પરીક્ષા યોજાઈ હતી.જે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ હતી. ધનસુરા જે.એસ.મહેતા હાઈસ્કૂલ ખાતે ધોરણ ૧૦માં ૪૭૧ બાળકોએ પરીક્ષા આપી હતી.
પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું.હાઈસ્કૂલ ના આચાર્ય પ્રકાશભાઈ દેસાઈ ધનસુરા કેળવણી મંડળ ના હોદ્દેદારો અને શિક્ષકો એ અને સ્ટાફે વિદ્યાર્થીઓ ને અભિનંદન આપ્યા હતા.જિલ્લા માં સંવેદનશીલ કેન્દ્રો પર સ્કવોડ ગોઠવવામાં આવી હતી.અરવલ્લી જિલ્લા માં કુલ 41 કેન્દ્રો માં 1378 બ્લોક માં ૩૦ હજાર થી પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.