ધનસુરા તાલુકાના ગોપાલપુરા ગામ રોગચાળાના ભરડામાં
એક બાજુ કોરોના વાયરસ નું સંક્રમણ કુદકે ને ભૂસકે વધી રહ્યું છે ત્યારે બીજી તરફ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકા માં આવેલા ગોપાલ પુરા ગામે નવી બીમારીએ માથું ઊંચકતા ગ્રામજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ધનસુરા તાલુકાના ગોપાલ પુરા ગામના લોકો બીમારીના ભરડામાં સપડાયા છે. ગામના મોટાભાગના લોકો હાથ પગ પકડાઈ જવા , તાવ આવવવો , અશક્તિ થઈ જવી જેવી બીમારી માં સપડાયા છે.
આ બીમારીમાં ગામના વૃદ્ધો , મહિલાઓ , પુરુષો , યુવાનો સપડાયા છે ત્યારે એક તરફ કોરોના ના કેસો બેફામ વધી રહ્યા છે ત્યારે બીજી તરફ નવા પ્રકારના લક્ષણો વાળી બીમારીની સારવાર લેવા માટે ગ્રામજનો હોસ્પિટલમાં જતા ડરી રહ્યા છે.ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ગામની મુલાકાત લઈ સર્વે કરી બીમાર ગ્રામજનોની યોગ્ય સારવાર કરવામાં આવે તેવી કેટલાક ગ્રામજનો માંગ કરી રહ્યા છે.