ધનસુરા તાલુકાની આકરૂન્દ બી. આર.સી.ની નવાનગર પ્રાથમિક શાળાનું ગૌરવ
અરવલ્લી જિલ્લાની ધનસુરા તાલુકાની આકરૂન્દ સી.આર.સી.ની નવાનગર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની એ તાલુકા કક્ષાની વાંચન સ્પર્ધા માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ.ધનસુરા તાલુકાની નવાનગર પ્રાથમિક શાળાની હવન્તિકા સંજયભાઇ વસાવા એ તાલુકા કક્ષાની વાંચન સ્પર્ધામાં ભાગ લીધો હતો.
જેમાં તાલુકા કક્ષાની યંજાયેલી આ વાંચન સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સ્પર્ધા માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી નવાનગર શાળાનું તેમજ ગામનું ગૌરવ વધાર્યું હતું. ગામનું ગૌરવ વધારવા બદલ શાળાના આચાર્ય કેશવભાઈ પટેલ તથા શાળાના શિક્ષકો તથા એસ.એમ.સી સભ્યો અને ગ્રામજનો એ હવન્તિકાને અભિનંદન પાઠવ્યા હતા.