ધનસુરામાં ૧૨-૧૪ વર્ષના ૨૩૦૦ બાળકોને કોરોના રસીનો બીજો ડોઝ અપાયો

ધનસુરા તાલુકા માં ૧૨ થી ૧૪ વર્ષ ની વય જુથના ૨૩૪૨ થી વધુ બાળકોને
કોરોના ની રસીનો બીજો ડોઝ અપાયો છે.તાલુકામાં ૧૨ થી ૧૪ વર્ષ ની વય જુથના ૪૫૬૮ બાળકો ને કૉર્બેવેક્સ વેક્સિન નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.
હાલ ધનસુરા તાલુકા માં આકરુન્દ પી.એચ.સી વિસ્તારમાં ૫૭૨ બાળકો ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે તો ભેંસાવાડા પી.એચ.સી વિસ્તારમાં ૮૧૩,શીકા પી.એચ.સી વિસ્તાર માં ૫૭૧ અને વડાગામ પી.એચ.સી વિસ્તાર માં ૩૮૬ મળી ધનસુરા તાલુકા માં ૨૩૪૨ બાળકો ને રસી નો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
આરોગ્યતંત્ર દ્વારા આ માટે કામગીરી હાથ ધરાઇ છે.તાલુકામાં પ્રાથમિક શાળાઓ, હાઈસ્કૂલ સહિત વિવિધ જગ્યાએ રસીકરણ કરવામાં આવી રહ્યું છે જેમાં અત્યાર સુધી ૨૩૪૨ બાળકોને કૉર્બેવેક્સ વેકસીનનો બીજો ડોઝ આપવામાં આવેલ છે.જેમાં બાળકો પણ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ રહ્યા છે.
અને સરકાર ની ગાઈડ લાઈન મુજબ હાલ માં રસીકરણ કરવામાં આવી રહ્યું છે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.જી.શ્રીમાળી ના માર્ગદર્શન હેઠળ તથા કૌશલભાઈ પટેલ,ધનસુરા તાલુકા હેલ્થ ઓફિસર જે.કે.પ્રણામી તથા તાલુકા ના મેડિકલ ઓફિસરશ્રી ઓ અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા સુંદર કામગીરી કરાઇ રહી છે.
તંત્ર દ્વારા ૧૨ થી ૧૪ વર્ષના વય જુથના બાળકોનું કોવિડ-૧૯ રસીકરણ” કરવાનું આરોગ્ય શાખા અરવલ્લી જિલ્લા પંચાયત દ્વારા સુનિશ્ચિત આયોજન કરવામાં આવ્યુ છે.
દિલીપ પુરોહિત. બાયડ