ધનસુરાના શ્રી શૂળપાણેશ્વર મહાદેવજીના મંદિરે જીણોદ્વાર અને યજ્ઞ યોજાયો

ધનસુરા માં તળાવ કિનારે આવેલા શ્રી શૂળપાણેશ્વર મહાદેવજી ના મંદિરે જીણોદ્વાર અને યજ્ઞ યોજવામાં આવ્યો હતો.શ્રી શૂળપાણેશ્વર મહાદેવજી ના મંદિરે જીણોદ્વાર કરવામાં આવ્યો હતો. અને લઘુરુદ્ર યજ્ઞ પણ યોજાયો હતો.સાથે ભગવાન ના આભૂષણો પણ નવા બનાવવામાં આવ્યા હતા.આ મંદિર નવા સુધારા કરી બનાવવામાં આવ્યું છે.જેમાં યજમાનોએ ભાગ લઈ ને લાભ લીધો હતો.આ જીણોદ્વાર અને યજ્ઞમાં સંતો મહંતો અને ગામ અને આજુબાજુના ભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન ના દર્શન નો લાભ લીધો હતો.