ધનસુરા પોલીસે બોરવાઈ ગામ નજીક એક્ટિવા પર બિયરની ખેપ મારતા યુવકને દબોચ્યો
થેલામાં બિયર ટીન ભરી ગ્રામ્ય વિસ્તારમાં ફરતો હતો
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના પગલે વિદેશી દારૂ અને બિયર ટીનના ભાવના ભાવ ત્રણ થી ચાર ગણા ઉપજતા હોવાથી બુટલેગરો ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણ મોટા પ્રમાણમાં કરી રૂપિયામાં આળોટી રહ્યા છે અરવલ્લી જીલ્લામાં સહેલાઇથી રૂપિયા કમાઈ લેવા અનેક યુવકો નાના-મોટા બુટલેગર બની બેઠ્યાં છે
ધનસુરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વડાગામના બોરવાઈ નજીકથી એક્ટિવા પર થેલામાં બીયરના ૪૨ ટીન ભરી પસાર થતા મોડાસા તાલુકાના સાકરીયા ગામના વિક્કી છબીલદાસ જયસ્વાલ નામના બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
ધનસુરા પીએસઆઈ પી.ડી.રાઠોડ અને તેમની ટીમે પ્રોહિબિશનની કામગીરી માટે શખ્ત કાર્યવાહી હાથધરી છે પીએસઆઈ રાઠોડને વડાગામ નજીક આવેલા બોરવાઈ ગામ પાસેથી એક્ટિવામાં એક યુવક વિદેશી દારૂ ભરી પસાર થવાનો હોવાની બાતમી મળતા બોરવાઈ ગામ નજીક વોચ ગોઠવી બાતમી આધારિત એક્ટિવા પસાર થતા અટકાવી તલાસી લેતા થેલામાં બિયર ટીન નંગ-૪૨ કીં.રૂ.૪૨૦૦/- નો જથ્થો મળી આવતા એક્ટિવા ચાલક વિક્કી છબીલદાસ જયસ્વાલ (રહે,પોસ્ટ ઓફિસવાળું ફળિયુ,સાકરીયા) ને ઝડપી લઈ એક્ટિવા,મોબાઈલ,રોકડ રકમ અને બીયરટીન મળી કુલ રૂ.૩૪૭૬૦/-નો મુદામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી