Western Times News

Gujarati News

ધનસુરા પોલીસ એ ચોરી માં સંડોવાયેલો નાસતો ફરતો ગુનેગાર પકડી પાડયો રાજસ્થાન થી પકડી પાડયો

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જિલ્લા ના ધનસુરા પોલીસ સ્ટેશન નો ફરાર ગુનેગાર નં ૦૯/૧૯ ઈ.પી.કો. કલમ ૪૫૪. ૪૫૭.૩૮૦ મુજબ ના વણ ઉકેલયેલા ગુનામાં સંડોવાયેલા આરોપીને અસલ મુદ્દામાલ સાથે રાજસ્થાન રાજ્ય માંથી શોધી પકડી પાડતી ધનસુરા પોલીસ અરવલ્લી જિલ્લા ના મે.પો. અધિ.સા.શ્રી. મયુર પાટીલ સાહેબ તથા ના.પો.અધિ.સા.શ્રી. ફાલ્ગુનીબેન આર પટેલ સા. મોડાસા વિભાગ મોડાસા નાઓએ સૂચના કરેલ કે અરવલ્લી જિલ્લા માં મિલકત સબંધી વણ ઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવા અને ચોરી માં ગયેલ મુદ્દામાલ હસ્ત ગત કરી પબ્લિક ને પરત મલે તે રીતે ની કર્યાવાહી કરી આમ જનતાને સંતોષ થાય તે રીતે ની પોલીસ ની સંતોષ કારક ફરજો ની પ્રતીતિ થાય તેવી કામગીરી કરવા સૂચન કરેલ હોય જે અંતર્ગત ધનસુરા પો.સ્ટે. ફ.ગુ. ર.નં ૦૯/૧૯ ઈ.પી.કો. કલમ ૪૫૪. ૪૫૭.૩૮૦ મુજબ ના કામે ફરિયાદી શ્રી કર્તિક્કુમાર શમિકાંત પટેલ રહે.અલવકંપા તા. બાયડ જી.અરવલ્લી ના ઓ ની મોજે વડાગામ મુકામે ની શક્તિ મોબાઈલ નામ ની દુકાન માં ગઈ તા.૧૨/૦૩/૨૦૧૯ ના કલ્લાક ૧૮/૦૦ થી તા. ૧૪/૦૩/૨૦૧૯ ના કલ્લાક ૦૭/૦૦ વાગ્યા ના સમય ગાળા દમિયાન માં કોઈ ચાર ઈસમ તાળુ તોડી દુકાન માંથી અલગ અલગ કંપની ના મોબાઈલ ફોન નંગ ૦૯ કી.રૂ. ૧૮૦૦૦/- ની મત્તા ની ચોરી કરી ગયેલ જે ગુનો વણ ઉકેલયેલ હતો તે ગુના ના કામે ઇલેક્ટ્રોનિક માધ્યમ થી આરોપીની શોધખોળ તપાસ કરી ગુનામાં સંડોવાયેલા આરોપી નિલ્પેશ ઉર્ફે નાના સ/ઓ અમરતલાલ નથુ લાલ ગરાસીયા ઉંમર વર્ષ ૨૧ રહે માલાખોલડા તા. સીમલવાડા જી. ડુંગરપુર (રાજસ્થાન) નાઓ સુધી પહોંચી મજકુર ઈસમને પકડવામાં સફળતા મળી છે જેમાં ચોરીમાં ગયેલ અસલ મોબાઈલ ફોન નંગ ૨ કિંમત ૩૦૦૦ નો મુદ્દામાલ કબજે લેવામાં આવેલ છે મજકુર આરોપીના આ કામે રિમાન્ડ મેળવી મજકુર આરોપી સાથે ગુનામાં સંડોવાયેલા અન્યથા આરોપીઓની તપાસ કરી બાકી નો મુદ્દામાલ હસ્તગત કરવાની કાર્યવાહી ચાલુ માં છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.